દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમ્યાન જે ઓક્સિજન કટોકટી સામે આવી હતી તેના વિશે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે તુ-તુ-મે-મે શરૂ થઈ ગયુ છે. સુપ્રીમ કોર્ટની ઓડિટ પેનલની રિપોર્ટમાં કરવામાં આવેલા દાવાને લઇને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હી સરકાર પર આરોપ લગાવ્યા તો નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ જવાબ આપતા કહ્યુ હતુ કે આવો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. ભારતીય જનતા પાર્ટી ખોટું બોલી રહ્યું છે.
અમદાવાદ / બોલિવૂડ અભિનેત્રી પાયલ રોહતગીની અમદાવાદ સેટેલાઇટ પોલીસે કરી અટકાયત
સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી ‘ઓક્સિજન ઓડિટ પેનલ’ નાં સભ્યોએ કોઈપણ રિપોર્ટને લીલીઝંડી આપી નથી. હજી સુધી આવો કોઈ અહેવાલ સામે આવ્યો નથી. ભાજપ પર જૂઠ્ઠાણું બોલવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાતને અતિશયોક્તિ કરવાનો દાવો કરીને ભાજપે એક અહેવાલ તૈયાર કર્યો છે. નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, અમે ઓડિટ સમિતિનાં ઘણા સભ્યો સાથે વાત કરી, દરેક કહે છે કે તેઓએ કોઈ અહેવાલ પર સહી કરી નથી. હું ભાજપ નેતાઓને પડકાર આપુ છું કે રિપોર્ટ બહાર લઇને આવે જેને ઓક્સિજન ઓડિટ સમિતિનાં સભ્યો દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ આખો મામલો હજી સુપ્રીમ કોર્ટમાં છે, તેથી આવુ કાવતરું ન થવું જોઈએ.
BJP leaders have been talking about a so-called report which states that there was no O2 shortage in Delhi during COVID peak & Delhi exaggerated its O2 requirement by 4 times. Let me tell you that the report BJP has been quoting doesn't even exist: Delhi Dy CM Manish Sisodia pic.twitter.com/yG17AiO9f2
— ANI (@ANI) June 25, 2021
ક્રિકેટ સાથે હોટનેસ / વેસ્ટઈન્ડિઝનાં ખેલાડીઓની પત્નીઓ છે ઘણી હોટ, જુઓ તેમના Photos
આપને જણાવી દઈએ કે, ભાજપનાં નેતાઓએ સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સમિતિનાં અહેવાલને ટાંકીને કહ્યું છે કે, જ્યારે કોરોના મહામારી ચરમસીમાએ હતી, ત્યારે કેજરીવાલ સરકારે દિલ્હીમાં ઓક્સિજનની જરૂરિયાત કરતાં ચાર ગણી વધારે માંગ કરી હતી. ઓક્સિજનની જરૂરિયાત માત્ર 289 મેટ્રિક ટન હતી, પરંતુ કેજરીવાલ સરકારે 1140 મેટ્રિક ટનથી ચાર ગણી માંગ કરી હતી. આજની શરૂઆતમાં ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હી સરકાર પર ઓક્સિજનની જરૂરિયાત પર જૂઠું બોલાતા હોવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, “આ અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલું ઘોર અપરાધ છે”. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારે અગાઉ રાષ્ટ્રીય રાજધાનીમાં ઓક્સિજનનાં વપરાશનાં ઓડિટ માટેની સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રની અરજીનો વિરોધ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટને “દિલ્હીમાં ઓક્સિજનનાં કેન્દ્રિય રીતે ફાળવણી અને પરિવહનનાં ગેરવહીવટને ઉકેલવા” વિનંતી કરી હતી.”

