કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનને લઈને ભારતને મોટી સફળતા મળી છે. જણાવી દઇએ કે, હવે તમને ઓમિક્રોન છે કે નહી તે માત્ર થોડા કલાકોમાં શોધી શકાશે. આ માટે, કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR), ડિબ્રુગઢે એવી ટેસ્ટિંગ કિટ (ઓમીક્રોન ટેસ્ટિંગ કિટ) તૈયાર કરી છે જેના પરથી માત્ર 2 કલાકમાં જ ખબર પડી જશે કે તમને ઓમિક્રોન છે કે નહીં. આપને જણાવી દઈએ કે, હાલમાં જીનોમ સિક્વન્સિંગ દ્વારા નવા વેરિઅન્ટ્સ શોધવામાં આવે છે. જે લગભગ 3 થી 4 દિવસ લે છે અને તે ખૂબ ખર્ચાળ પણ છે.
આ પણ વાંચો – Covid-19 / ભારતમાં સતત ઘટી રહ્યા છે કોરોનાનાં કેસ, આજે નોંધાયા માત્ર આટલા જ કેસ
હાલમાં ભારતમાં ઓમિક્રોનનાં દર્દીઓની સંખ્યા 33 છે. વળી, ઘણા શંકાસ્પદ દર્દીઓ છે જેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, ઓમિક્રોન વેરિઅન્ટ સમગ્ર દુનિયામાં ઝડપથી ફેલાઈ રહ્યું છે. ઝડપથી ફેલાતા આ વેરિઅન્ટ રોકવા માટે, તપાસને ઝડપી બનાવવાની જરૂર હતી. ઝડપી તપાસ માટે સંશોધન કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન, પૂર્વોત્તરમાં કામ કરી રહેલા પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્રનાં નિષ્ણાતોએ તેમા સફળતા મેળવીને આ ટેસ્ટિંગ કિટ બનાવી છે. ICMRનાં ડૉ. વિશ્વજ્યોતિ બોરકાકોટીનાં નેતૃત્વમાં વૈજ્ઞાનિકોની ટીમે આ ટેસ્ટિંગ કિટ બનાવી છે. આ કિટની વિશેષતા એ છે કે તેનું ટેસ્ટિંગ ઓમિક્રોન વેરિઅન્ટનાં ખાસ સિન્થેટિક જીન ફ્રેગમેન્ટ પર કરવામાં આવ્યું હતું. જેનું પરિણામ 100% સાચું છે. આ અંગે ડૉ. બોરકાકોટીએ જણાવ્યું હતું કે, કિટનો વિકાસ જરૂરી છે કારણ કે હાલમાં તે વેરિઅન્ટને શોધવા માટે લક્ષિત સિક્વન્સિંગમાં 36 કલાક અને કુલ જીનોમ સિક્વન્સિંગ માટે 4 થી 5 દિવસનો સમય લે છે. વળી, આ કિટ સાથે, સામાન્ય સ્વાબનાં નમૂનામાંથી તુરંત જ ઓમિક્રોનની ઓળખ કરવામાં આવશે.
આ પણ વાંચો – Covid-19 / સુરતમાં ટેસ્ટિંગ પદ્ધતિનો ફિયાસ્કો, સવારે 10 વાગ્યા પછી કરાય છે ટેસ્ટિંગ
આપને જણાવી દઈએ કે, આ કિટનું નિર્માણ ખાનગી અને સરકારી બન્ને ભાગીદારો સાથે કરવામાં આવશે. ICMRએ તેને બનાવવા માટે કોલકાતા સ્થિત કંપની GCC બાયોટેકને કોન્ટ્રાક્ટ આપ્યો છે. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 7 હજાર 992 કેસ નોંધાયા છે. વળી, 393 દર્દીઓનાં મૃત્યુ પણ થયા છે. દરમિયાન, ઓમિક્રોનનાં વધતા ખતરાને જોતા કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર મોકલીને જિલ્લા સ્તરે કોરોનાનાં કેસ પર નજર રાખવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશભરનાં 10 રાજ્યોનાં 27 જિલ્લામાં કોરોનાનાં કેસમાં વધારો થયો છે.
