Covid-19/ સુરતમાં ટેસ્ટિંગ પદ્ધતિનો ફિયાસ્કો, સવારે 10 વાગ્યા પછી કરાય છે ટેસ્ટિંગ

સુરતમાં સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ પર ફોકસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહી ટેસ્ટિંગ પદ્ધતિ એવી છે જેના કારણે તેનો ફિયાસ્કો થયો છે.

Top Stories Gujarat Surat
સુરતમાં કોરોના ટેસ્ટિંગ
  • સુરતમાં સંક્રમણ રોકવા ટેસ્ટિંગ પર ફોકસ
  • બહારથી આવતા લોકોનું કરાય છે ટેસ્ટિંગ
  • સમયને મામલે ટેસ્ટિંગ પદ્ધતિનો ફિયાસ્કો
  • સવારે 10 વાગ્યા પછી કરાય છે ટેસ્ટિંગ
  • જો વહેલા કોઇ સંક્રમિત પ્રવેશે તો જવાબદાર કોણ
  • સુરતમાં સંક્રમણ વધશે તો જવાબદાર કોણ..?

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે હવે સરકાર અને તંત્ર માટે ખાસ ચિંતાનો વિષય બન્યો છે. વળી રાજ્યમાં ઓમિક્રોનનાં કેસની એન્ટ્રી થતા પણ લોકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ત્યારે આ સ્થિતિમાં સુરત શહેરમાં સંક્રમણ પર કાબુ મેળવવા માટે ખાસ ટેસ્ટિંગ પર ફોકસ રાખવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો – Cricket / એકવાર ફરી ભારત અને પાકિસ્તાનની ટીમ જોવા મળશે આમને-સામને, જાણો ક્યા અને ક્યારે

આપને જણાવી દઇએ કે, દેશ અને દુનિયામાં ઓમિક્રોનનાં કેસ ઝડપથી વધી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ આ વેરિઅન્ટનાં કેસ નોંધાયા છે, ત્યારે ખાસ સુરતમાં સંક્રમણ રોકવા માટે ટેસ્ટિંગ પર ફોકસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ અહી ટેસ્ટિંગ પદ્ધતિ એવી છે જેના કારણે તેનો ફિયાસ્કો થયો છે. શહેરમાં સવારે 10 વાગ્યા પછી ટેસ્ટિંગ કરાય છે. ત્યારે જો વહેલી સવારે કોઇ સંક્રમિત પ્રવેશે તો જવાબદાર કોણ રહેશે? સુરતમાં સંક્રમણ વધશે તો જવાબદાર કોણ? આવા ઘણા સવાલો હવે ઉભા થઇ રહ્યા છે.

  • પ્રવેશ દ્વાર પર શરૂ કરાયું હતુ ટેસ્ટિંગ
  • સવારે સુના પડ્યા છે કોરોના ટેસ્ટિંગ પોઇન્ટ
  • જહાંગીરપુરા ટેસ્ટિંગ પોઇન્ટ પર કર્મચારી ગેરહાજર
  • પ્રવેશ દ્વાર પર 10 વાગ્યા પછી કરાય ટેસ્ટિંગ
  • શહેરમાં કોરોનાનું સંક્રમણ વધશે તો જવાબદાર કોણ ?

જણાવી દઇએ કે, કોરોનાનાં ટેસ્ટિંગ પ્રવેશ દ્વાર પર કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે સવારે 10 વાગ્યા સુધી કોઇ કર્મચારી આ ટેસ્ટિંગ પોઇન્ટ પર હાજર ન હોવાના કારણે સંક્રમણ વધે તેવી પણ પૂરી સંભાવનાઓ છે. મળી રહેલી માહિતી અનુસાર, સુરતનાં જહાંગીરપુરા ખાતે ટેસ્ટિંગ પોઇન્ટ પર કર્મચારી ગેરહાજર હોવાનુ ઘણીવાર સામે આવ્યુ છે.