- રાજકોટ: પ્રદેશ ભાજપના પાર્લામેન્ટ્રી બેઠકની બોર્ડ પૂર્ણ
- નરેશ પટેલના લોબિંગ પછી જયરામભાઇ પટેલનો સૂર
- ભાજપને કડવા પાટીદારોને ટિકિટ આપવા માટે લોબિંગ
- સૌરાષ્ટ્રમાં કડવા પાટીદારનું લોબિંગ શરૂ
- રાજકોટ પશ્ચિમ સહિત સૌરાષ્ટ્રમાં ટિકિટની માંગ
- 10 ટિકિટ કડવા પાટીદારને ટિકિટ ફાળવવા ઉઠ્યો સૂર
- સીદસર – ઉમિયાધામના જયરામ પટેલે ફરી કરી માગ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. 1 અને 5 ડિસેમ્બરે મતદાન તથા 8 ડિસેમ્બરે મત ગણતરી થવા જઈ રહી છે. તેવામાં ચૂંટણીના બ્યૂગલ વાગ્યા પછી ભાજપની પાર્લામેન્ટ્રી બેઠક 3 દિવસ સુધી ચાલી હતી તે હવે પરિપૂર્ણ થઇ ગઇ છે. હવે લોબિંગની શરૂઆત થઇ ગઇ છે. નરેશ પટેલના લોબિંગ બાદ જયરામભાઇ પટેલે પણ પાટીદારને ટિકિટ આપવા માંગ કરી છે. સૈારાષ્ટ્રમાં કડવા પાટીદારને ટિકિટ ફાળવવા મામલે લોબિંગની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી મામલે રાજકોટ પશ્વિમ અને સૌરાષ્ટ્રમાં ટિકિટની માંગ કરી છે. 10 કડવા પાટિદારને ટિકિટ આપવા માટે લોબિંગની શરૂઆત કરવામાં આવી છે. પાટિદારોને ટિકિટ મળે તે માટે સીદસર ઉમિયાધામના જયરામ પટેલે આ અંગેની માંગ કરી છે.
