Junagadh News/ જૂનાગઢ વન વિભાગના ત્રાસથી એક પશુપાલકનું મોત

આ બંને પશુપાલકોને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે તેમણે આ આત્મહત્યાનું પગલું ભર્યું.

Top Stories Gujarat Breaking News

Junagadh News:જૂનાગઢ (Junagadh) જિલ્લાના વિસાવદર તાલુકાના જાંબુથલા ગામમાં વન વિભાગના (Forest Department) કથિત ત્રાસથી કંટાળીને બે પશુપાલકોએ ઝેરી દવા પીધી હોવાની ઘટનાને લઈને સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટનામાં સાત દિવસની સારવાર બાદ 16 સપ્ટેમ્બરના રોજ એક પશુપાલક સલીમભાઈનું દુઃખદ અવસાન થયું હતું, જ્યારે બીજા પશુપાલક હનીફભાઈની હાલત હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે.

9 સપ્ટેમ્બર, 2025ના રોજ, સલીમભાઈ અને હનીફભાઈએ વિસાવદર સ્થિત વન વિભાગની ACF ઓફિસમાં ઝેરી દવા પીધી હતી.માહિતી  અનુસાર, આ બંને પશુપાલકોને વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત હેરાન કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે તેમણે આ આત્મહત્યાનું પગલું ભર્યું. ઘટના બાદ, બંનેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ સતત સારવાર છતાં, સલીમભાઈનું મૃત્યુ થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢમાં શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ, 5 કરોડથી વધુની ઉચાપત, 12 સંસ્થા સામે પોલીસ ફરિયાદ

આ પણ વાંચો: જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે PSI સહિત 3 પોલીસ કર્મી સસ્પેન્ડ

આ પણ વાંચો:જૂનાગઢના પ્રેરણા ધામ ખાતે યોજાઈ રહેલા કોંગ્રેસ તાલીમ શિબિરમાં હાજરી આપશે રાહુલ ગાંધી