Junagadh News : જૂનાગઢમાં કેદીને સુવિધા આપવાના મામલે PSI સહિત 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.જેમાં પોલીસ હેડ ક્વાર્ટરના PSI સહિત 3 કર્મીનો સમાવેશ થાય છે.આ બનાવમાં જૂનાગઢ જિલ્લા કેદીને સુવિધા આપવામાં આવી હતી.
જેમાં ઉનાના અંજારનો બુટલેગર જિલ્લા જેલમાં બંધ હતો. મુદત માટે આ કેદીને દીવ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો.જેમાં આરોપીને દીવ હોટલમાં લઈ ગયા હોવાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. તે સિવાય આરોપી અન્ય મિત્રો સાથે પણ બહાર ગયો હતો.
આમ આ સમગ્ર મામલે પોલીસની મીલિભગત આવી સામે હતી. જેને પગલે ફરજમાં બેદરકારી દાખવવા બદલ પોલીસને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.જેને લઈને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
આ પણ વાંચો:રાજકોટ: ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી’-ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયા
આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં
આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ગોંડલ રોડ પર હિંસાથી ગભરાટ
