#gujarat/ ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય

રાજ્યની જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

આ ઉપરાંત સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ કરાયો વધારો

Gujarat Others

રાજ્યની જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

આ ઉપરાંત સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે.

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ 3 કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4.200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું.

વધુમાં, તેમણે જણાવ્યુ કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8.500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2.700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8.500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં કલ્પનાબેન પ્રજાપતિની અંતિમયાત્રામાં પરિવાર તૂટી પડ્યો!

આ પણ વાંચો:વડોદરાનાંં ડભોઈમાં વર્ષાનું આગમન, ઉનાળું પાકને નુકસાન થવાની સંભાવના

આ પણ વાંચો:વડોદરામાં ઝડપાયેલો દારૂ બનાવટી હોવાની શંકાને પગલે ગોવામાં તપાસ કરાશે