Vadodara News/ ભાજપના કાર્યકર્તા વિલ્સન સોલંકીએ લગ્નની લાલચ આપીને અનેકવાર આચર્યું દુષ્કર્મ

વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા  નવેમ્બર- 2016થી  યુવતી 15 વર્ષની હતી ત્યારથી આજદિન સુધી તુ મને બહુ ગમે છે હુ તારી સાથે લગ્ન કરીશ.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: સંસ્કારી નગરી વડોદરામાં પરણિત પુરુષે કુવારીકા સાથે 10 વર્ષ સુધી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઇ છે. દશરથ ગામે રહેતા આરોપીએ પોતે પરણીત અને એક સંતાનનો પિતા હોવા છતાં તેની ઓળખ છુપાવી સગીરા 15 વર્ષની હતી ત્યારે તું મને બહુ જ ગમે છે મારી સાથે લગ્ન કરીશ તેમ કહી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. હાલમાં યુવતી 25 વર્ષની છે તેમ છતાં લગ્ન કરવાનો ખોટો વાયદો આપીને અન્ય યુવતી સાથે લગ્ન કરનાર આરોપી સામે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરીને મેડિકલ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરા શહેર નજીક દશરથ ગામે પંચમ ગ્રીનમાં રહેતા વિલ્સન સોલંકી દ્વારા  નવેમ્બર- 2016થી  યુવતી 15 વર્ષની હતી ત્યારથી આજદિન સુધી તુ મને બહુ ગમે છે હુ તારી સાથે લગ્ન કરીશ. તેવી લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર શરીર સબંધ બાંધ્યા હતા. આરોપીના અગાઉ લગ્ન થયેલ અને તેનાથી એક બાળક હોવા છતાં તેની વિગતો છુપાવી હતી. દરમિયાન યુવતી પુખ્ત વયની થઈ જતા તેની સગાઈ અન્ય જગ્યા પર થઈ હતી તેમ છતાં આ વિલ્સન સોલંકી તેની સગાઈ તોડાવી તેમજ ફરીથી ભોગ બનનાર પીડિતાને વિશ્વાસમાં લઈ ઘર 14 ફેબ્રુઆરીના રોજ લગ્ન નક્કી કરી પીડિત સાથે વિશ્વસધાત કરી અન્ય યુવતી સાથે સાથે લગ્ન કરી લીધા હતા.

પીડિતા 15 વર્ષની હોય ત્યારથી  વારંવાર તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. જેથી પીડીતાએ છાણી પોલીસ સ્ટેશનમાં વિલ્સન સોલંકી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા તેને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો અને મેડિકલ કરાવવાની તજવી શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં કલ્પનાબેન પ્રજાપતિની અંતિમયાત્રામાં પરિવાર તૂટી પડ્યો!

આ પણ વાંચો:વડોદરાનાંં ડભોઈમાં વર્ષાનું આગમન, ઉનાળું પાકને નુકસાન થવાની સંભાવના

આ પણ વાંચો:વડોદરામાં ઝડપાયેલો દારૂ બનાવટી હોવાની શંકાને પગલે ગોવામાં તપાસ કરાશે