Vadodara News: વડોદરા (Vadodara)માં માંજલપુર વિસ્તારમાં રહેતા કલ્પનાબેન પ્રજાપતિની આજે અંતિમયાત્રા નીકળી હતી. કલ્પનાબેનનો મૃતદેહનો DNA મેચ થતાં પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યો હતો. તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ દુ:ખ વ્યક્ત કર્યુ હતું.

12 જૂનનાં રોજ બનેલી પ્લેન દુર્ગટનામાં કલ્પનાબેન પ્રજાપતિનાં મૃતદેહને તેમના નિવાસસ્થાન ધનલક્ષ્મી કોમ્પલેક્સ ખાતે લાવવામાં આવ્યો હતો. તેમના નિવાસસ્થાનથી માંજલપુર સ્મશાન સુધી અંતિમયાત્રા નીકળી હતી, જેમાં તેમના પરિવાર, સ્નેહીજનો, મિત્રો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપ શહેર પ્રમુખ અને કોર્પોરેટર પણ અંતિમયાત્રામાં જોડાયા હતા.

કલ્પનાબેન તેમના દીકરાને મળવા લંડન જવાના હતા, તેમના પતિ અને પુત્રને ઘટનાની જાણ થતાં તેઓ અમદાવાદ એરપોર્ટ પરત આવ્યા હતા. તેમની ઓળખ ચેન અને બ્રેસલેટથી કરવામાં આવી હતી. તેમના પતિએ તેમને શોધવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો, છેવટે DNA મેચ થતાં તેમનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તરફથી તેમને ડેથ સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું છે. આજે સવારે 7 વાગ્યે તેમનો મૃતદેહ તેમના ઘરે સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:પ્લેન ક્રેશ: 42 મૃતકોનાં DNA મેચ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું અપડેટ
આ પણ વાંચો:એર ઇન્ડિયા હવે ફ્લાઇટ નંબર ‘૧૭૧’નો ઉપયોગ નહીં કરે, અકસ્માત બાદ એરલાઇન્સનો નિર્ણય
આ પણ વાંચો:અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ અંગે Air Indiaએ લીધો મોટો નિર્ણય

