@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર
ધ્રાંગધ્રા તાલુકાનાં રણકાંઠાનાં કુડા ગામે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશે અગરિયાઓનાં આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અગરિયા આગેવાનો તેમજ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં અગરિયાઓને પડતી મુશ્કેલીઓ, વાવાઝોડાથી અગરિયાઓને થયેલા મીઠાનું નુકસાન તેમજ સોલર પેનલના નુકસાન અંગે સમીક્ષા કરી હતી. તેમજ આગરીયાઓના પરિવારને ‘માં અમૃતમ કાર્ડ’મા પડતી તકલીફ તેમજ આધાર કાર્ડ તથા જાતિના દાખલા અંગેની અગરિયા પરિવારને પડતી તકલીફો તાત્કાલિક નિરાકરણ લાવવા કલેક્ટરે બાહેંધરી આપી હતી.

તાઉતેની તબાહી / CM રૂપાણી પહોંચ્યા વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની મુલાકાતે, સ્થિતિનો ક્યાસ મેળવ્યો
દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું એકમાત્ર ગુજરાતમાં પાકે છે. જેમાંથી 35% મીઠું તો સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કૂડા રણમાં અને પાટડી તાલુકાના ખારાઘોડા-ઝીંઝુવાડા રણમાં પાકે છે. જેમાં હાલમાં રણમાંથી જેસીબી અને ડમ્પરો સહિતના સાધનો વડે મીઠું ખેંચવાની સીઝન પુરજોશમાં ચાલી રહી છે. અને હજી રણમાં અગરિયાઓનું 35થી 40% મીઠું પડયું છે ત્યારે બે દિવસ અગાઉ ત્રાટકેલા ‘તાઉતે’ વાવાઝોડાના પગલે રણમાં ભારે પવન અને આંધી સાથેના વાવાઝોડા અને વરસાદના લીધે રણમાં મીઠું પકવતા અગરિયાઓને વ્યાપક નુકશાન ઉઠાવવાનો વારો આવતા ગરીબ અને પછાત અગરિયાઓ પાયમાલ બન્યાં હતા.

પશ્ચિમ બંગાળ / વાવાઝોડાની ચેતવણી વચ્ચે CM મમતાએ યોજી ડિજિટલ બેઠક : અધિકારીઓને તૈયારી માટે આપ્યા નિર્દેશ
જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કૂડા રણમાં ખાબકેલા જોરદાર વરસાદે અગરિયાઓના મોંઢામાં આવેલો કોળીયો છીનવી લેતાં અગરિયાઓ દયનીય હાલતમાં મુકાયા હતા. ધ્રાંગધ્રા તાલુકાના રણકાંઠાના કુડા ગામે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે. રાજેશે અગરિયાઓના આગેવાનો સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં અગરિયા આગેવાનો તેમજ ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં અગરિયાઓને પડતી મુશ્કેલીઓ, વાવાઝોડાથી અગરિયાઓને થયેલા મીઠાનું નુકસાન તેમજ સોલર પેનલના નુકસાન અંગે સમીક્ષા કરી હતી. તેમજ આગરીયાઓના પરિવારને ‘માં અમૃતમ કાર્ડ’મા પડતી તકલીફ તેમજ આધાર કાર્ડ તથા જાતિના દાખલા અંગેની અગરિયા પરિવારને પડતી તકલીફો તાત્કાલિક નિરાકરણ લાવવા કલેક્ટરે બાહેંધરી આપી હોવાનું ધ્રાંગધ્રા તાલુકાના અગરિયા આગેવાન ચકુભાઇ ઠાકોરે જણાવ્યું હતુ.

