Panchmahal News: પંચમહાલના ગ્રામીણ વિસ્તાર હાલોલમાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ થતાં જ ફરિયાદોનો વરસાદ શરૂ થઈ ગયો. હાલોલ તાલુકાના ટાઢોડીયા ગામના ખેડૂત નારણ બારિયાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમને સ્માર્ટ મીટર લગાવ્યાના માત્ર 15 દિવસમાં જ ₹50,000નું વીજળી બિલ મળ્યું. બિલ આવતા ખેડૂતના મોતિયા મરી ગયા અને તેમને 440 વોટનો આંચકો લાગ્યો.તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે તેમનું લગભગ ₹1,000નું બિલ એકસાથે પાંચ હજાર ગણું વધારે આવ્યું. ખેડૂત હાલમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) ના બિલથી પરેશાન છે.
5 ઓક્ટોબરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું
નારણભાઈનું વીજળી મીટર 15 દિવસ પહેલા સ્માર્ટ મીટરથી બદલવામાં આવ્યું હતું. તેમનું સામાન્ય બે મહિનાનું વીજળી બિલ લગભગ ₹1,000 હતું. 5 ઓક્ટોબરે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું અને 17 ઓક્ટોબરે તેમને ₹50,000ના બિલનો મેસેજ મળ્યો. ફોન પરના ઓનલાઈન અપડેટમાં બિલની રકમ ₹50,020.31 દર્શાવવામાં આવી હતી.
વીજળી બિલથી ખેડૂત આઘાતમાં
ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો આ ખેડૂત અચાનક આટલું મોટું બિલ મળવાથી ચોંકી ગયો છે. એક તરફ, કમોસમી વરસાદે તેના પાકનો નાશ કર્યો છે, જેના કારણે ખેડૂત કફોડી સ્થિતિમાં મુકાઈ ગયો છે. આવી સ્થિતિમાં, MGVCL તરફથી ₹50,000ના બિલથી ખેડૂત આઘાતમાં છે. ખેડૂતે આ મામલાનો ઉકેલ લાવવા માટે વિવિધ સ્તરે અપીલ કરી છે અને ન્યાયની માંગ કરી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ: વડોદરામાં MGVCLની બેદરકારીથી ગ્રાહકને 7.81 લાખનું બિલ
આ પણ વાંચો:વડોદરાના કરજણમાં 10 હજારની લાંચ લેતા MGVCLનો જુનીયર એન્જીનીયર ઝડપાયો
આ પણ વાંચો:વડોદરા અને અન્ય જિલ્લાઓમાં અનરાધાર વરસાદને કારણે MGVCLની સરાહનીય કામગીરી
