મેઘો મુશળધાર વરસ્યો/ ભરૂચમાં નર્મદાના નીર ખતરાના નિશાનથી ઉપર,પૂર જેવી પરિસ્થિતિ

રાજ્યમાં હાલ ચારે તરફ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની વચ્ચે ભરૂચમાંવરસાદ અને ડેમ છોડવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે.

Top Stories Gujarat

રાજ્યમાં હાલ ચારે તરફ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે તેની વચ્ચે ભરૂચમાંવરસાદ અને ડેમ છોડવાને કારણે પૂર જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. માનો ભાદરવો ભરપૂર રીતે વર્ષી રહ્યો છે.તેની વચ્ચે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર થઇ ગયુ છે આપને જણાવી દઈએ  આ પાણી મધ્યપ્રદેશ માંથી છોડવામાં આવ્યું છે જેના કારણે ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટીને પાર થઇ ગયુ છે.

Roudra form of Narmada, floods in 7 districts | ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર 53 વર્ષનો રેકોર્ડ તોડીને નર્મદાનું નીર 41.85 ફૂટ સુધી પહોંચ્યું - Divya Bhaskar

માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યે નર્મદા નદીનું જળસ્તર 28.21 ફૂટ હતું. જ્યારે 7:30 વાગ્યે આ જળસપાટી 30 ફૂટ પર પહોંચી ગઈ  છે. લોકોની સુરક્ષા માટે  ત્યાં NDRF તેમજ SDRFની ટુકડીઓ ખડે પેજ કામ કરી રહી છે. આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં 500થી વધુ લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું છે. હાલ સમગ્ર રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે તેમજ ઘણી ટ્રેનો પણ રોકી દેવામાં આવી છે.

અંકલેશ્વર | Ankleshwar - Divya Bhaskar

આપને જણાવી દઈએ ગોલ્ડન બ્રિજ તેમજ  નવજીવન ઝૂંપપટ્ટી, ભૃગુઋષિ મંદિર, લોઢવાળનો ટેકરો, બહુચરાજી ઓવારો અને દત્ત મંદિર સહિતના નીચાણવાળા વિસ્તારને સાવચેત કરી દેવામાં આવ્યા છે. તેમજ પૂર ગ્રસ્ત વિસ્તારમાં રહેતા અસરગ્રસ્ત લોકોને સ્થાળાંતર માટે  પાલિકા તંત્ર સજ્જ બન્યું  છે. સ્થાળાંતરની જરૂર પડે તો રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરાશે.

ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નદીની સપાટી 12 કલાકમાં 12.8 ફૂટ વધી | The river level at the Golden Bridge in Bharuch rose 12.8 feet in 12 hours - Divya Bhaskar

ગુજરાતના 126 તાલુકામાં 2થી 12 ઇંચ સુધી વરસાદ તેમજ  80 ડેમમાં 90%થી વધુ પાણીની આવક થઈ છે જેથી ઘણા બધા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઇ છે.અંકલેશ્વરમાં ખાલી કલાકમાં ગાહરની અણસાર પાણી ઘૂસી જવાની ઘટના સામે આવી છે જય ઘરોમાં 5થી 6 ફૂટ પાણી ભરાઈ ગયા છે . તેમજ અત્યાર સુધીમાં 12 હજારનું લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું  છે. આ સિવાય વરસાદને કારણે 50 હજાર મુસાફરોને  મુંબઈ,દિલ્હી માર્ગ રેલ માર્ગ બંદ થવાને કારણે અટવાયા હતા.

આપને જણાવી દઈએ  સૌરાષ્ટ્ર જતી 20 ટ્રેનો રદ પણ રદ કરવામાં આવી હતી,જેના કારણે  સુરેન્દ્રનગર રેલવે જંકશન પર મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો  હતો. જ્યાં બાંદ્રા ટ્રેનને સુરેન્દ્રનગર જંક્શનેજ  રોકી દેવામાં આવી હતી, અને મુસાફરોને અધવચ્ચે સુરેન્દ્રનગર ઉતારી દેવાયા હતા આ સિવાય ભાવનગર તરફ જતા મુસાફરો પણ સુરેન્દ્રનગર જંક્શને અટવાયા હતા.નર્મદાના પાણી ટ્રેક પર ફરી વળતા આ  અસર જોવા મળી હતી. આપને જણાવી દઈએ સતત ​​​​​​​બીજા વર્ષે સીઝનનો વરસાદ 100%ની નજીક પહોંચી ગયો છે.ભરૂચ હાલ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જેથી પાલિકા તંત્ર દ્વારા જરૂરિયાત મંદ લોકો તેમજ પરિવારોને સ્થળાંતર કરવામાં આવી છે.

આ પણ વાંચો :મેઘો મુશળધાર વરસ્યો/આંબલીયા બાલાગામમાં ઘૂસ્યુ ઓઝત નદીનું પાણી, લોકો થયા હેરાન પરેશાન

આ પણ વાંચો :મેઘો મુશળધાર વરસ્યો/ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, સરદાર સરોવરમાંથી પાણી છોડતા અનેક જિલ્લાઓની વધી મુશ્કેલી

આ પણ વાંચો :મેઘો મુશળધાર વરસ્યો/મધ્ય ગજરાતમાં મહીસાગર નદી બની ગાંડીતૂર, પંચમહાલના શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યું