આજે સવારથી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરા તાલુકામાં 40 લોકોનું રેસ્ક્યુ કરાયુ છે. ગામમાંથી પસાર થતી મહીસાગર નદીનું પાણી ફરી વળ્યા છે. શહેરા પોલીસ, SDRF, NDRFની ટીમે બોટ વડે રેસ્ક્યુ કર્યુ છે.
પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદના પગલે મોરવા હડફ વિસ્તારમાં હડફ નદી બે કાંઠે વહેતી થઈ છે. હડફ ડેમમાંથી 49105 કયુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે હડફ નદી બે કાંઠે વહી રહી છે.
કડાણા ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા મહીસાગર નદીમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. મહીસાગર નદી કાંઠાના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના 6 ગામોના ખેડૂતો ને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરના પાણી ખેડૂતોના ખેતરોમાં ઘૂસી જતા ઊભા પાકને ભારે નુક્સાન થવા પામ્યું છે.
આજે સવારથી રાજ્યના અમદાવાદ, અમરેલી, અરવલ્લી, આણંદ, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર, કચ્છ, ખેડા, મહેસાણા, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વલસાડમાં મેઘ મહેર જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરાઈ. રાજ્યમાં આજે ખેડા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં રેડએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પણ અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, ખેડા સહિતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ
આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ
આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય
આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે