Not Set/ સ્મશાનોમાં થયા અસ્થિઓના ઢગલાં, કોરોનાના ડરથી સ્વજનો લેવા પણ નથી આવતા

ગુજરાતમાં કોરોના હવે ઘાતક બની રહ્યો છે. રોજેરોજ નવા કેસ હદ વટાવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે.

Gujarat Vadodara

ગુજરાતમાં કોરોના હવે ઘાતક બની રહ્યો છે. રોજેરોજ નવા કેસ હદ વટાવી રહ્યાં છે. ત્યારે વડોદરામાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ સામે આવી છે. વડોદરા શહેરમાં કોરોના ના હાહાકાર વચ્ચે વડોદરાનાં સ્મશાનોમાં અસ્થિ ભરેલાં પોટલાંના ઢગલા થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે. કોરોના માં મૃત પામેલા પોતાના સ્વજનો ના અસ્થિ લેવા જતાં પરિવારજનો પણ ડરી રહયા હોવાની કરૂણ વાસ્તવિકતા સામે આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના ખાસવાડી સહિતના સ્મશાનોમાં અસ્થિઓના ઢગલાઓ થઇ રહ્યા છે. સ્મશાનમાં કામ કરનારા સ્વયંસેવકો ચિતાઓ ખાલી કરવા અસ્થિઓને ભેગી કરીને પોટલાં બનાવી રહ્યા છે હાલ સ્મશાનોમાં 24 કલાક ચિતાઓ સળગતી હોવાના દૃશ્યો જોવા મળી રહ્યા છે.સ્વજનોનાં અસ્થિ ન લઈ જતાં સ્વયંસેવકો પોટલામાં બાંધી દે છે.

આ પણ વાંચો :કોરોના મામલે ન ઢીલાશ ન કચાશ, શક્ય તેટલી સુવિધામાં વધારો કરવો : રાજકોટની મેરેથોન બેઠકમાં મુખ્યમંત્રીનું સૂચન

સામાન્ય રીતે હિન્દુઓમાં અગ્નિસંસ્કારના ત્રીજા દિવસે અસ્થિઓ લેવા માટે પરિવારના સભ્ય સ્મશાનમાં જતા હોય છે અને અસ્થિઓને લઈ ચાંદોદ નર્મદા ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરી પોતાના સ્વજન માટે મોક્ષ પ્રાપ્તી માટે ભગવાનને પ્રાર્થના કરે છે, પરંતુ, કોરોનામા મૃત્યુ પામતા સ્વજનના અસ્થિ વિસર્જન માટે પરિવારના સભ્યો અસ્થિઓ લેવા માટે ન આવતા સ્મશાનમાં કામ કરી રહેલા સ્વયંસેવકો દ્વારા ચિતાઓ ખાલી કરવા માટે અસ્થિઓને ભેગી કરી પોટલા બનાવી રહ્યા છે.

આ પણ વાંચો :કોરોના બન્યો બેકાબુ, હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ, 100થી વધુ નગરોમાં સ્વયંભુ લોકડાઉન

વડોદરાના ખાસવાડી સ્મશાન સહિત વિવિધ સ્મશાનોમાં કોરોનાના દર્દીઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. કોરોનામાં મૃત્યુ પામેલા લોકોની અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગતી હોવાથી સ્મશાનોમાં કામ કરતા સ્વયંસેવકો દ્વારા ઝડપભેર ચિતાઓ ખાલી કરવામાં આવી રહી છે. ચિતા ખાલી થયા બાદ વેઇટિંગમાં રહેલામૃતદેહોને અંતિમ સંસ્કાર આપવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : જીવતી મહિલાનું ડેથ સર્ટિફિકેટ બનાવ્યું, પરિવારને મોકલી દીધો બીજાનો મૃતદેહ

આ પણ વાંચો :મહેસાણામાં બે દિવસ સ્વયંભૂ બંધ, કોરોનાની સ્થિતિને જોતા વેપારી એસોસિએશને લીધો નિર્ણય