Ahmedabad News: અમદાવાદમાં સાબરમતીના તીરે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરમાં સીએમ ભુપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને તેમણે યોગ કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આમ સીએમ ભુપેન્દ્ર પટેલે કોમન યોગ તાલીમ શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર અંદાજે 14 હજાર લોકો હાજર રહ્યા હતા. આમ 14 હજાર લોકોએ યોગ શિબિર કર્યો હતો. સીએમ ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન યોગનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે યોગ ભગાવે રોગ. યોગ કરો અને સ્વસ્થ રહો. આબાલવૃદ્ધ બધા લોકો યોગ કરીને સ્વસ્થ રહી શકે છે.
સીએમ ભુપેન્દ્ર પટેલે પોતે પણ યોગ કર્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે યોગ ફક્ત શારીરિક વ્યાયામ જ નથી. તે શરીરના ઉર્જાચક્રોને સક્રિય કરે છે. તેના કારણે માનવીના શરીરના કોષોમાં રહેલા ઉર્જા શક્તિ સક્રિય થાય છે. આમ યોગ શરીરમાં પ્રાણનો સંચાર કરે છે, તેના કારણે લોકોને થાક લાગતો નથી. થાક લાગ્યો હોય તો પણ યોગ કરવામાં આવે તો થાક ઝડપથી ઉતરી જાય છે. બાળકોથી માંડીને મહિલાઓ બધા જ યોગ કરી શકે છે.
દરેક વ્યક્તિ પોતાને અનુકૂળ સમય યોગ કરી શકે છે. યોગ શારીરિક અને માનસિક રાહત પૂરી પાડે છે. તેના કારણે વ્યક્તિની શારીરિક અને માનસિક ક્ષમતા વિકસે છે. ક્ષમતા વિકસવાના કારણે વ્યક્તિ પોતાની કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો કરી શકે છે. તેના કારણે વ્યક્તિના સામાજિકથી લઈને મનોવૈજ્ઞાનિક પાસા બધા જ વિકસે છે. યોગ જીવનમાં બધી રીતે સંતુલન લાવે છે. તેના કારણે વ્યક્તિ વાણી, વ્યવહાર બધી રીતે સંતુલિત બને છે. આજના યુગમાં તનાવ બહુ મોટું પાસું છે તો તેનો સામનો દવાઓ લેવાના બદલે યોગ વડે વધારે સારી રીતે કરી શકાય છે.
આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે રસ્તા પહોળા કરવાના 11 કામ માટે 467.50 કરોડ ફાળવ્યા
આ પણ વાંચો: અમદાવાદના સૌથી જૂના રેલ્વે ઓવરબ્રિજને નવો બનાવવા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રૂ.220 કરોડ ફાળવ્યા
આ પણ વાંચો: ભાવનગરમાં 74મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું સીએમે કર્યુ ઉદઘાટન
