Gujarat News/ GPSC પરીક્ષા વિવાદ વચ્ચે ડ્રગ ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ, હસમુખ પટેલે જણાવ્યું કારણ

ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે

Top Stories Gujarat

Gujarat News : GPSCની પરીક્ષાના વિવાદ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાંગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા લેવામાં આવી રહેલી ડ્રગ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયાને લઈ એક મોટી અપડેટ સામે આવી છે.જેમાં હાલ તાજેતરમાં ચાલી રહેલ ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂને લઈ ચેરમેન હસમુખ પટેલે X પર મોટી અપડેટ આપી છે. આ અપડેટ મુજબ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે.

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે X પર લખ્યું કે, ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયેલ છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવેલ છે કે, ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ તેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલ ઇન્ટરવ્યૂ રદ કરેલ છે જે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે તારીખ હવે જાહેર કરવામાં આવશે.

આ સાથે તેમણે કહ્યું કે, ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂમાં એક તજજ્ઞ આ ભરતીના સરદાર ધામ ખાતે મોક ઇન્ટરવ્યૂમાં ગયેલાનું ધ્યાનમાં આવતા લેવામાં આવેલા ઇન્ટરવ્યૂ રદ કરવા પડ્યા છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનુ અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે. ડ્રગ ઇન્સ્પેક્ટર ઇન્ટરવ્યૂ વિશે વિગતવારની સૂચનાઓ ટૂંક સમયમાં વેબસાઈટ પર મૂકવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધાનેરામાં ખાનગી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ! જાગૃત નાગરિકે સ્ટિંગ ઓપરેશન કર્યુ

આ પણ વાંચો:ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો, સ્ટીંગ ઓપરેશનમાં તબીબની ગેરરીતિનો થયો પર્દાફાશ

આ પણ વાંચો:અમદાવાદમાં ગર્ભ પરીક્ષણ કરતું ડોક્ટર દંપતી ઝડપાયુ