himachal news/ હિમાચલમાં પ્રવાસીઓની કાર ખીણમાં ખાબકી, છત્તીસગઢના બે પરિવારના સભ્યો સહિત 8 ના મોત

હિમાચલ પ્રદેશના (Himachal )ચંબામાં બૈરાગઢ-સચ પાસ રોડ પર પ્રવાસીઓની કાર ઊંડી ખીણમાં ખાબકતાં 8 લોકોના મોત થયા છે. મૃતકોમાં છત્તીસગઢના બે પરિવારના સભ્યો સામેલ છે.

NATIONAL Top Stories India
Himachal

Himachal Road Accident 2026: હિમાચલ પ્રદેશના(Himachal ) પહાડી રસ્તાઓ પર વધુ એક મોટો અને દર્દનાક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચંબા જિલ્લાના દુર્ગમ વિસ્તારમાં પ્રવાસીઓથી ભરેલી એક કાર અચાનક અનિયંત્રિત થઈને ઊંડી ખીણમાં ખાબકી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં છત્તીસગઢના બે પરિવારોના 7 સભ્યો સહિત કારમાં સવાર તમામ 8 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્રની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

હોટેલ પાછા ન ફરતાં થયો ખુલાસો, મધ્યરાત્રિએ ઘટી દુર્ઘટના

અહેવાલો અનુસાર, આ અકસ્માત 29 મેના રોજ મધ્યરાત્રિએ(Himachal ) ચુરાહ સબડિવિઝનના બૈરાગઢ-સચ પાસ-કિલાડ રોડ પર સર્જાયો હતો. અકસ્માતનો ભોગ બનેલા છત્તીસગઢના બંને પરિવારોના સભ્યો હિમાચલના પ્રખ્યાત પર્યટન સ્થળ ડેલહાઉસીની એક હોટેલમાં રોકાયા હતા. તેઓ હોટેલમાંથી ગાડી બુક કરાવીને સચ પાસ ફરવા માટે નીકળ્યા હતા અને સાંજ સુધીમાં પાછા ફરવાના હતા. જો કે, મોડી રાત સુધી પ્રવાસીઓ પાછા ન આવ્યા અને તેમના મોબાઈલ ફોન પણ બંધ આવતા હોટેલ મેનેજમેન્ટે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરી હતી.

Himachal પહાડી વિસ્તાર હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં અવરોધ

હોટેલ પ્રશાસનની માહિતીના આધારે પોલીસ ટીમે મોબાઈલ લોકેશન અને રૂટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ શોધખોળ દરમિયાન બૈરાગઢ-સચ પાસ રોડ પર ઊંડી ખીણમાંથી અકસ્માતગ્રસ્ત કાર મળી આવી હતી. વાહનની હાલત એકદમ કચડાયેલી હોવાથી અકસ્માતની ભયાનકતાનો અંદાજો લગાવી શકાય છે.

ચંબા પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત સ્થળ ખૂબ જ અંતરિયાળ અને દુર્ગમ(Himachal ) પહાડી વિસ્તારમાં હોવાથી બચાવ ટીમોને ખીણમાં ઉતરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં ગાડીની સ્થિતિ જોતાં કોઈના પણ બચવાની આશા નહિવત્ છે. હાલ પોલીસ દ્વારા મૃતદેહોને બહાર કાઢવાની પ્રક્રિયા અને કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભીષણ અકસ્માત, શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં 6ના મોત, 40 ઘાયલ

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત

આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં  9 લોકોના મોત