Madhya Pradesh Tractor Overturned Accident: મધ્યપ્રદેશના (Madhya Pradesh)અનુપપુર જિલ્લામાં એક ભીષણ માર્ગ અકસ્માતમાં 6 શ્રદ્ધાળુઓના મોત થયા છે, જ્યારે 40 અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ દર્દનાક અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે આશરે 50 લોકોથી ભરેલી એક ટ્રેક્ટર-ટ્રોલી અચાનક પલટી ખાઈ ગઈ હતી. તમામ ભક્તો પૂજા-અર્ચના માટે પદમનિયાથી બિજોરા ગામ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવતા આ આખી દુર્ઘટના ઘટી હતી.
2 લોકોના ઘટનાસ્થળે મોત અને હોસ્પિટલમાં આક્રંદ
એડિશનલ પોલીસ અધિક્ષકના (Additional SP) જણાવ્યા અનુસાર, ટ્રેક્ટર-ટ્રોલી પલટી જતાં જ ચીસાચીસ મચી ગઈ હતી. આ અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકના પાલી સામુદાયિક આરોગ્ય કેન્દ્ર અને ઉમરિયા જિલ્લાની મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
Madhya Pradesh મુખ્યમંત્રી મોહન યાદવે વ્યક્ત કર્યું દુઃખ
મધ્યપ્રદેશના (Madhya Pradesh)મુખ્યમંત્રી મોહન યાદવે આ ભયાનક માર્ગ અકસ્માત પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરતાં જણાવ્યું કે, “બિજોરા ગામમાં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી પલટી જવાથી લોકોના અકાળ મોત અને ઇજાગ્રસ્ત થવાના સમાચાર અત્યંત પીડાદાયક છે. મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે.” રાજ્ય સરકાર દ્વારા આ અકસ્માતમાં જીવ ગુમાવનારા મૃતકોના પરિવારોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભિંડ-ગ્વાલિયર હાઇવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને સાત ઘાયલ
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં મોટો માર્ગ અકસ્માત, ટ્રક અને કાર વચ્ચે થયેલી ટક્કરમાં 9 લોકોના મોત

