National News/ વિદેશથી પરત ફરતા જ PM મોદીની મોટી બેઠક, મંત્રીઓને દિલ્હીમાં રહેવા આદેશ

PM Modi એ વિદેશ પ્રવાસથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં ઈમરજન્સી હાઈ-લેવલ બેઠક બોલાવી છે. મંત્રીઓને દિલ્હીમાં રહેવાના આદેશ, મિડલ ઈસ્ટ સંકટ અને સંભવિત કેબિનેટ વિસ્તરણ અંગે વિગતવાર વાંચો.

NATIONAL Top Stories India
PM Modi

PM Modi Emergency Meeting: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)પોતાના વિદેશ પ્રવાસ (G7 શિખર સંમેલન) પરથી પરત ફરતાની સાથે જ દિલ્હીમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ હાઈ-લેવલ બેઠકની અધ્યક્ષતા કરવાના છે. તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હીમાં જ હાજર રહેવાના આદેશથી દેશના રાજકીય ગલિયારાઓમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે.

PM Modi નો દિલ્હીમાં રહેવાનો આદેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ભારત પરત ફરતાની સાથે જ એક હાઈ-લેવલ બેઠક યોજશે. આ બેઠકમાં કેબિનેટ કક્ષાના તમામ વરિષ્ઠ મંત્રીઓથી લઈને તમામ જુનિયર મંત્રીઓએ ફરજિયાતપણે હાજર રહેવાનું છે. અચાનક તમામ મંત્રીઓને દિલ્હીની બહાર ન જવા અને રાજધાનીમાં જ રોકાવાનો આદેશ મળતાં આ મીટિંગને લઈને ઉત્સુકતા ચરમસીમાએ પહોંચી છે. આ બેઠકમાં દેશની સુરક્ષા અને આર્થિક સ્થિતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા થશે.

PM Modi

મિડલ ઈસ્ટનું સૈન્ય સંકટ

આ બેઠકનો સૌથી મોટો એજન્ડા અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ છે. સરકાર સતત એ વાત પર નજર રાખી રહી છે કે આ યુદ્ધ જેવી સ્થિતિની ભારતમાં ક્રૂડ ઓઈલની કિંમતો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને સ્થાનિક મોંઘવારી પર શું અસર પડશે. રક્ષામંત્રી રાજનાથ સિંહની આગેવાનીમાં એક હાઈ-પાવર ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જે 24 કલાક સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે, સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રૂડ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

કેબિનેટ વિસ્તરણની શક્યતા

આગામી 10 જૂને મોદી સરકાર 3.0 ના શાસનનું એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. આ પૂર્વે જૂનના બીજા સપ્તાહમાં કેબિનેટમાં મોટો ફેરબદલ જોવા મળી શકે છે. અનેક મંત્રીઓના વિભાગો બદલાય તેવી શક્યતા છે. આથી, આ હાઈ-લેવલ બેઠકને આગામી કેબિનેટ વિસ્તરણની પૂર્વતૈયારી અને મંત્રીઓના રિપોર્ટ કાર્ડની સમીક્ષા સાથે જોડીને પણ જોવામાં આવી રહી છે.


આ પણ વાંચો :PM Modi ને સવાલ પૂછનાર નોર્વેના પત્રકાર હેલી લિંગના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયાં સસ્પેન્ડ

આ પણ વાંચો :PM Modi આજે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

આ પણ વાંચો :ખડગે પર PM Modiનો કટાક્ષ, “લોકોને શું ખબર, દીવો પ્રગટાવવા માટે આપણે કેટલા તોફાનો પાર કર્યા છે”