PM Modi Norway Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ના યુરોપ પ્રવાસ દરમિયાન ઓસ્લોમાં તીખા સવાલો પૂછીને હેડલાઇન્સમાં આવેલા નોર્વેના મહિલા પત્રકાર હેલી લિંગ (Helle Lyng) ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. હેલી લિંગે દાવો કર્યો છે કે ઇન્ટરનેટ પર ભારે ટ્રોલિંગ અને વિવાદની વચ્ચે મેટા (Meta) કંપનીએ તેમના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે.
Primeminister of India, Narendra Modi, would not take my question, I was not expecting him to.
Norway has the number one spot on the World Press Freedom Index, India is at 157th, competing with Palestine, Emirates & Cuba.
It is our job to question the powers we cooperate… pic.twitter.com/vZHYZnAvev
— Helle Lyng (@HelleLyngSvends) May 18, 2026
શું હતો સમગ્ર વિવાદ? (PM Modi)
આ હાઈ-વોલ્ટેજ વિવાદની શરૂઆત નોર્વેની રાજધાની ઓસ્લોમાં ભારત અને નોર્વેના વડાપ્રધાનની(PM Modi) સંયુક્ત મીડિયા બ્રીફિંગ દરમિયાન થઈ હતી. પ્રેસ મીટ પૂર્ણ થયા બાદ જ્યારે PM Modi રૂમની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે ‘ડાગસાવિસેન’ (Dagsavisen) અખબાર સાથે જોડાયેલા મહિલા પત્રકાર હેલી લિંગે પાછળથી બૂમ પાડીને પૂછ્યું હતું કે, “દુનિયાના સૌથી સ્વતંત્ર પ્રેસના સવાલોના જવાબ કેમ લેવામાં નથી આવી રહ્યા?”
તેમણે સોશિયલ મીડિયા પર એવી દલીલ પણ કરી હતી કે પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સમાં નોર્વે પ્રથમ ક્રમે છે, જ્યારે ભારત 157મા ક્રમે છે. આ સવાલ પર ભારતીય વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, જેમને ભારતના મીડિયાના વિશાળ કદ અને સ્કેલ વિશે કોઈ સમજ નથી, તેમણે અજ્ઞાન NGOs ના અહેવાલો વાંચીને આવા સવાલો ન ઉઠાવવા જોઈએ.
એકાઉન્ટ સસ્પેન્ડ થવા પર પત્રકારનો દાવો
આ વિવાદ સોશિયલ મીડિયા પર વાઇરલ થયાના ગણતરીના કલાકોમાં જ હેલી લિંગે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X પર માહિતી શેર કરી કે મેટાએ તેમના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. તેમણે લખ્યું:
“પ્રેસની આઝાદી માટે આ બહુ નાની કિંમત છે, પરંતુ મેં મારી જિંદગીમાં ક્યારેય આ પ્રકારનો અનુભવ કર્યો નથી. હું સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સને જવાબ આપવા માંગતી હતી, પરંતુ એકાઉન્ટ બંધ થવાને કારણે હવે વિલંબ થશે. મને આશા છે કે મેટા મારા એકાઉન્ટ્સ ટૂંક સમયમાં રિસ્ટોર કરી દેશે.”
‘ચાઇનીઝ એજન્ટ’ હોવાના લાગ્યા ગંભીર આરોપ
સોશિયલ મીડિયા એકાઉન્ટ સસ્પેન્ડ થયા તે પહેલાં હેલી લિંગને ભારતીય ઇન્ટરનેટ યુઝર્સના ભારે આક્રોશનો સામનો કરવો પડ્યો હતો. યુઝર્સે તેમના જૂના આર્ટિકલ્સ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પર લખેલા સકારાત્મક અહેવાલો શોધી કાઢ્યા હતા. ભારતમાં માનવાધિકાર પર સવાલ ઉઠાવનારી હેલીને યુઝર્સ સોશિયલ મીડિયા પર ‘ફોરેન પ્લાન્ટ’, ‘જાસૂસ’ અને ‘ચાઇનીઝ પ્રોક્સી’ (ચીનની એજન્ટ) કહીને સખત રીતે ટ્રોલ કરી રહ્યા છે.
Throughout all day I have struggled to log onto my Instagram account. Now I have been suspended. It is a small prize to pay for press freedom, but I’ve never experienced it before. pic.twitter.com/XCitS65Rlg
— Helle Lyng (@HelleLyngSvends) May 19, 2026
વિવાદ વચ્ચે ‘X’ પર ફોલોઅર્સમાં રેકોર્ડ બ્રેક ઉછાળો
આ ભારે વિવાદ અને ટીકાઓ વચ્ચે ડિજિટલ પ્લેટફોર્મ પર હેલી લિંગની લોકપ્રિયતામાં રાતોરાત મોટો ઉછાળો આવ્યો છે. સોમવારે આ ઘટના બની તે પહેલાં X પર હેલી લિંગના માત્ર 800 થી પણ ઓછા ફોલોઅર્સ હતા. પરંતુ PM Modi સાથેનો આ વિવાદ વાઇરલ થતાંની સાથે જ, ગણતરીના દિવસોમાં જ તેમના ફોલોઅર્સની સંખ્યા વધીને 45,000 ને પાર પહોંચી ગઈ છે.
આ પણ વાંચો :ઈરાન પર અમેરિકાનો મોટો હુમલો છેલ્લી ઘડીએ ટળ્યો,ટ્રમ્પને કયો ‘ગુપ્ત પત્ર’ મળ્યો કે બદલ્યો પ્લાન?
આ પણ વાંચો :રશિયાની રાજધાની પર યુક્રેને વરસાવ્યા 1000 થી વધુ ડ્રોન, રહેણાંક ઈમારતો તબાહ
આ પણ વાંચો :વિદેશી પત્રકારના સવાલ પર ભડક્યા વિદેશ મંત્રાલયના સચિવ, ભારતમાં પ્રેસ ફ્રીડમના મુદ્દે આપ્યો જવાબ

