Russia Ukraine Drone Attack : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ રક્તરંજિત અને વિનાશક સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. તાજેતરમાં જ રશિયાએ યુક્રેન પર 2000 જેટલા ડ્રોન અને મિસાઈલો વડે હુમલો કર્યો હતો, જેનો યુક્રેને આજે રવિવારે સવારે અત્યંત આકરો વળતો જવાબ આપ્યો છે. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કોને નિશાન બનાવીને 1000થી વધુ ડ્રોન વડે ભયાનક હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં એક ભારતીય શ્રમિક સહિત ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
One Indian worker has lost his life and three others have been injured in a drone attack in Moscow region earlier today. Embassy officials have visited the location and met the injured workers in the hospital.
The Embassy condoles the loss of life and is working with the…
— India in Russia (@IndEmbMoscow) May 17, 2026
રશિયામાં ભારતીય દૂતાવાસ એક્શનમાં (Drone Attack)
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુક્રેન દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી ડ્રોન હુમલા બાદ રશિયામાં સ્થિત ભારતીય દૂતાવાસે સત્તાવાર પુષ્ટિ કરી છે કે મૃતકોમાં એક ભારતીય શ્રમિક સામેલ છે. આ ઉપરાંત અન્ય ત્રણ ભારતીય નાગરિકો પણ આ હુમલાની ઝેડમાં આવી જતાં ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દૂતાવાસના ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને હોસ્પિટલમાં જઈને ઈજાગ્રસ્ત ભારતીય શ્રમિકોની સ્થિતિ અંગે સમીક્ષા કરી તમામ જરૂરી મદદ પહોંચાડવાની ખાતરી આપી છે.
મોસ્કોમાં રહેણાંક ઈમારતો કાટમાળમાં ફેરવાઈ
રશિયન સંરક્ષણ મંત્રાલય અને સ્થાનિક અધિકારીઓના જણાવ્યા મુજબ, યુક્રેને આખી રાત રશિયાના અલગ-અલગ રાજ્યો અને ખાસ કરીને મોસ્કો પર સાર્વત્રિક હુમલા ચાલુ રાખ્યા હતા. મોસ્કોના મેયર સર્ગેઈ સોબયાનિને મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે, આ હુમલામાં મોસ્કોની મુખ્ય ઓઈલ રિફાઈનરી સુરક્ષિત રહી છે અને તેને કોઈ નુકસાન થયું નથી, પરંતુ રહેણાંક વિસ્તારોમાં ત્રણ મોટી ઈમારતોને ભારે નુકસાન પહોંચ્યું છે. રશિયન સેનાએ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે સક્રિયતા બતાવીને છેલ્લા 24 કલાકમાં યુક્રેનના 556 ડ્રોનને (Drone Attack)હવામાં જ તોડી પાડ્યા છે.
Our responses to Russia’s prolongation of the war and its attacks on our cities and communities are entirely justified. This time, Ukrainian long-range sanctions reached the Moscow region, and we are clearly telling the Russians: their state must end its war. Ukrainian drone and… pic.twitter.com/BVFJ1BJQ1i
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) May 17, 2026
રશિયાએ તાજેતરમાં જ કર્યો હતો 2000 ડ્રોન-મિસાઈલથી હુમલો
ઉલ્લેખનીય છે કે, આ વળતા હુમલાના ત્રણ દિવસ પહેલા જ રશિયાએ યુક્રેન પર યુદ્ધની શરૂઆત પછીનો સૌથી મોટો અને ભયાનક હુમલો(Drone Attack) કર્યો હતો. રશિયાએ અંદાજે 2000 જેટલા ડ્રોન અને મિસાઈલોનો મારો ચલાવીને યુક્રેનના 180 સ્થળોને નિશાન બનાવ્યા હતા, જેમાં 50 જેટલી રેસિડેન્શિયલ ઈમારતોનો સમાવેશ થતો હતો. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ આ હુમલાને(Drone Attack) ઈતિહાસનો સૌથી ક્રૂર હુમલો ગણાવ્યો હતો. પાટનગર કીવમાં 18 ઈમારતો પર થયેલા હુમલામાં સાત લોકોના મોત થયા હતા અને 27 લોકો ઘાયલ થયા હતા. આ ઉર્જા મથકો (પાવર ગ્રીડ) પર થયેલા હુમલાના કારણે યુક્રેનના મોટાભાગના વિસ્તારોમાં હજુ પણ વીજળી ગુલ છે.
આ પણ વાંચો :ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ, નેતન્યાહુ અને ટ્રમ્પને ખતમ કરવા ઇરાની હેકર્સ સક્રિય
આ પણ વાંચો :અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન
આ પણ વાંચો :આર્મી ચીફની પાકિસ્તાનને ખુલ્લી ચેતવણી, આતંકવાદ બંધ કરો નહિતર ઇતિહાસ બની જશો
