international news/ અમેરિકા ઈરાનમાંથી 440 કિલો યુરેનિયમ જપ્ત કરશે! જાણો ટ્રમ્પનો સિક્રેટ ગ્રાઉન્ડ ઓપરેશન પ્લાન

America અને ઈઝરાયલ ઈરાનના પરમાણુ મથકો પર ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન ચલાવવાની તૈયારી કરી રહ્યા છે. આ મિશનનો હેતુ ઈરાનના સંવર્ધિત યુરેનિયમને જપ્ત કરવાનો છે. જાણો ટ્રમ્પ અને નેતન્યાહુનો આ ખતરનાક પ્લાન.

international Top Stories World
America

International Conflict 2026: અમેરિકા (America) અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ હવે વિનાશક વળાંક લઈ રહ્યો છે. 8 એપ્રિલથી અમલમાં આવેલો યુદ્ધવિરામ તૂટવાની કગાર પર છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન દ્વારા મોકલવામાં આવેલા શાંતિ પ્રસ્તાવના જવાબને ફગાવી દીધો છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પ હવે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ચોંકાવનારો હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે.

America દ્વારા ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશનની તૈયારી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પ (America) અને ઈઝરાયલના પીએમ નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચીત થઈ છે, જેમાં ઈરાનમાં ‘ગ્રાઉન્ડ મિલિટરી ઓપરેશન’ ચલાવવા પર ચર્ચા થઈ હતી.

આ ઓપરેશનનો ઉદ્દેશ્ય ઈરાનના પરમાણુ મથકો પર કબજો મેળવવો અને ત્યાં રહેલા 440 કિલો સંવર્ધિત યુરેનિયમને સીઝ કરીને બહાર કાઢવાનો છે.

આ મિશન માટે હજારો સૈનિકોની જરૂર પડશે. ઈરાનના પરમાણુ મથકો પર અંતરિક્ષમાંથી સેટેલાઈટ દ્વારા 24 કલાક નજર રાખવામાં આવી રહી છે.

ઈરાનના 3 પરમાણુ પ્લાન્ટ નિશાના પર

નતાન્ઝ, ફોર્દો અને ઈસ્ફહાન ન્યુક્લિયર પ્લાન્ટ ઈરાનની કરોડરજ્જુ સમાન છે.

આ મથકો પહાડોની નીચે જમીનમાં ખૂબ ઊંડે અને મજબૂત કોંક્રિટથી બનેલા છે.

આ પ્લાન્ટ્સની અંદર ઈરાની સેના ટેન્કો અને તોપો સાથે તૈનાત રહે છે. અમેરિકી સૈનિકોએ અંદર પ્રવેશવા માટે પહેલા આ સેનાનો સામનો કરવો પડશે.

કેવી રીતે પાર પાડવામાં આવશે ઓપરેશન?

આ ઓપરેશન અત્યંત જટિલ અને પડકારજનક હશે:

અમેરિકા (America) અને ઈઝરાયલના સૈનિકો હેલિકોપ્ટર દ્વારા પ્લાન્ટ્સ પાસે ઉતરશે. એન્ટ્રી ગેટ પર રહેલા મલબાને હટાવવા માટે વિશાળ ક્રેનોને એરલિફ્ટ કરવામાં આવશે.

યુરેનિયમ સુધી પહોંચ્યા બાદ તેને સ્પેશિયલ કન્ટેનરોમાં ભરીને ટ્રકો દ્વારા બહાર લાવવામાં આવશે અને ત્યાંથી અમેરિકા લઈ જવામાં આવશે. આ પ્રક્રિયામાં મહિનાઓનો સમય લાગી શકે છે.

સૌથી મોટો પડકાર: ટનલ અને માઉન્ટેન સ્ટોરેજ

સૌથી વધુ યુરેનિયમ નતાન્ઝ પ્લાન્ટ પાસે આવેલા ‘પિકએક્સ માઉન્ટેન’ની નીચે હોવાનું મનાય છે.

આ માઉન્ટેન 5000 મીટર ઊંચો છે અને તેની તળેટીમાં 328 ફૂટ નીચે યુરેનિયમ સ્ટોર કરવામાં આવ્યું છે.

અમેરિકા પાસે આ ગુપ્ત ટનલોનો નકશો નથી. આ એક ‘બ્લાઈન્ડ ઓપરેશન‘ હશે, જ્યાં ટનલની અંદર છુપાયેલા ઈરાની સૈનિકો અમેરિકી દળો પર ગમે ત્યારે સરપ્રાઈઝ એટેક કરી શકે છે.

નિષ્ણાતોના મતે, જો આ ઓપરેશન શરૂ થશે તો તે માત્ર મધ્ય-પૂર્વ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે વિનાશક સાબિત થઈ શકે છે.


આ પણ વાંચો :શું પાકિસ્તાને નૂર ખાન એરબેઝ પર ઈરાની વાયુસેનાને છુપાવી? અમેરિકી સેનેટરે આપી ચેતવણી

આ પણ વાંચો :ઈરાને અમેરિકાના 228 સૈન્ય મથકો કર્યા તબાહ, સેટેલાઈટ તસવીરોથી ખુલાસો