International Politics 2026: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ભીષણ સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનની (Pakistan) ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ અને અમેરિકી અધિકારીઓના હવાલેથી સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને તેના ‘નૂર ખાન એરબેઝ’નો ઉપયોગ ઈરાની સૈન્ય વિમાનોને અમેરિકાના હુમલાથી બચાવવા માટે કરવા દીધો હતો. એક તરફ ઈસ્લામાબાદ મધ્યસ્થી હોવાનો દાવો કરતું હતું, ત્યારે બીજી તરફ તે ગુપ્ત રીતે તેહરાનને મદદ કરતું હોવાનું બહાર આવ્યું છે.
નૂર ખાન એરબેઝ પર ઈરાની વિમાનોનો ડેરો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એપ્રિલના પ્રારંભમાં યુદ્ધવિરામની જાહેરાત કરી તેના થોડા સમય બાદ જ ઈરાને તેના અનેક સૈન્ય વિમાનો રાવલપિંડી પાસે આવેલા પાકિસ્તાન એરફોર્સના એરબેઝ પર ખસેડ્યા હતા.
સૈન્ય વિમાનો: રિપોર્ટ મુજબ આમાં ઈરાની વાયુસેનાનું RC-130 રિકોનિસન્સ વિમાન પણ સામેલ હતું.
મુખ્ય હેતુ: ઈરાનની બાકી રહેલી સૈન્ય વિમાન સંપત્તિને અમેરિકાના સંભવિત વિનાશક હુમલાઓથી સુરક્ષિત રાખવાનો આ પ્રયાસ હતો.
અમેરિકાના સેનેટરે આપી આકરી ચેતવણી
આ રિપોર્ટ સામે આવ્યા બાદ અમેરિકી સેનેટર લિન્ડસે ગ્રેહામે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું કે જો આ અહેવાલ સાચો છે, તો મધ્યસ્થી તરીકે પાકિસ્તાનની ભૂમિકાનું સંપૂર્ણ પુનઃમૂલ્યાંકન કરવું પડશે. ઈરાને તેના નાગરિક વિમાનો અફઘાનિસ્તાનના કાબુલ અને હેરાત એરપોર્ટ પર પણ મોકલ્યા હોવાના અહેવાલ છે, જોકે તાલિબાને આ વાત નકારી છે.
પાકિસ્તાનની મજબૂરી અને ચીનનું ફેક્ટર (Pakistan)
પાકિસ્તાન (Pakistan) માટે આ સ્થિતિ ‘સુડી વચ્ચે સોપારી’ જેવી છે. તે વોશિંગ્ટન સાથેના સંબંધો જાળવવા માંગે છે, પરંતુ તેહરાન કે ચીનને નારાજ કરી શકે તેમ નથી.
વર્ષ 2020 થી 2024 વચ્ચે પાકિસ્તાનની 80% હથિયારોની આયાત ચીનમાંથી થઈ છે.
ચીને પાકિસ્તાનની (Pakistan) મધ્યસ્થી તરીકેની ભૂમિકાના વખાણ કર્યા હતા, પરંતુ આ નવા ખુલાસાથી પાકિસ્તાનની રાજદ્વારી મુશ્કેલીઓ વધી શકે છે.
યુદ્ધવિરામ છતાં તણાવ યથાવત
યુદ્ધવિરામની જાહેરાત છતાં સ્થિતિ હજુ થાળે પડી નથી. ઈરાને અમેરિકા પાસે યુદ્ધનું વળતર અને પ્રતિબંધો હટાવવાની માંગ કરી છે, જેને ટ્રમ્પે ‘અસ્વીકાર્ય’ ગણાવી છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં પણ તાજા સંઘર્ષના અહેવાલ મળ્યા છે. ગત સપ્તાહે ઈરાને અમેરિકાની નૌકાદળના 3 જહાજો પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં અમેરિકાએ ઈરાનના 2 બંદરો પર એરસ્ટ્રાઈક કરી હતી.
આ પણ વાંચો :ઈરાન પાસે શાંતિ માટે 48 કલાક, 14 મુદ્દાની સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર; શું યુદ્ધનો અંત આવશે?

