World News/ બ્રિટનમાં કિર સ્ટાર્મર વિરુદ્ધ 72 સાંસદોનો બળવો, ગૃહમંત્રી શબાના મહમૂદે માંગ્યું રાજીનામું

બ્રિટનના (Britain) વડાપ્રધાન કિર સ્ટાર્મર સામે લેબર પાર્ટીના 72 સાંસદોએ બળવો કર્યો છે. સ્થાનિક ચૂંટણીમાં હાર બાદ ગૃહમંત્રી શબાના મહમૂદે પણ રાજીનામું માંગતા યુકેમાં રાજકીય ગરમાવો વધ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Britain

International Politics 2026: બ્રિટનના (Britain) વડાપ્રધાન કિર સ્ટાર્મર (Keir Starmer) અત્યારે તેમના કાર્યકાળના સૌથી મોટા રાજકીય સંકટનો સામનો કરી રહ્યા છે. તાજેતરની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના કારમા પરાજય બાદ હવે પીએમ સ્ટાર્મર સામે રાજીનામું આપવા અથવા પદ છોડવાની સમયમર્યાદા નક્કી કરવાનું દબાણ આકાશે આંબી રહ્યું છે.

બળવો કરનારા સાંસદોની સંખ્યા વધી

મંગળવારની વહેલી સવાર સુધીમાં બગાવત કરનારા લેબર સાંસદોની સંખ્યા વધીને 72 પર પહોંચી ગઈ છે.

લેબર પાર્ટીનું ગણિત: લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી અત્યાર સુધીમાં 71 થી વધુ સાંસદોએ ખુલ્લેઆમ સ્ટાર્મરના રાજીનામાની માંગ કરી છે.

મુખ્ય માંગ: આ સાંસદોનું સ્પષ્ટ કહેવું છે કે, કાં તો પીએમ તુરંત પદ છોડે અથવા તો તે જાહેર કરે કે તેઓ કઈ તારીખે રાજીનામું આપશે.

ગૃહમંત્રી શબાના મહમૂદે જ ખોલ્યો મોરચો

બ્રિટિશ (Britain) કેબિનેટમાં અત્યારે બે ફાંટા પડી ગયા છે. વડાપ્રધાન માટે સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે ગૃહમંત્રી શબાના મહમૂદે ખુલ્લેઆમ તેમને રાજીનામાની તારીખ જાહેર કરવા જણાવ્યું. જોકે, કેબિનેટના મોટાભાગના મંત્રીઓ હજુ પણ પીએમની પડખે છે, પરંતુ શબાના મહમૂદ જેવું કદાવર નામ વિરોધમાં આવતા સરકારની સ્થિરતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

શા માટે થઈ રહ્યો છે પીએમનો વિરોધ?

લેબર પાર્ટીના નેતાઓ અને સાંસદોની નારાજગી પાછળ મુખ્યત્વે ચૂંટણીલક્ષી નિષ્ફળતા જવાબદાર છે:

કાઉન્સિલરોની બેઠકો ગુમાવી: ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીએ લગભગ 1,500 કાઉન્સિલરોની બેઠકો ગુમાવી છે.

ઐતિહાસિક હાર: વેલ્સમાં એક સદીનું વર્ચસ્વ ખતમ થયું છે અને સ્કોટલેન્ડમાં પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન (Britain) રહ્યું છે.

અન્ય પક્ષોનો ઉદય: રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટી લેબરના પરંપરાગત મતો ખેંચી રહી છે, જે પાર્ટી માટે જોખમની ઘંટડી છે.

પીએમ સ્ટાર્મરનો બચાવ

આટલા મોટા વિરોધ વચ્ચે પણ Britain પીએમ કિયર સ્ટાર્મર પદ છોડવા તૈયાર નથી. તેમણે મક્કમતાથી કહ્યું છે કે, “હું મારા પર શંકા કરનારાઓને ખોટા સાબિત કરીશ. હું સ્વીકારું છું કે મારી સરકારથી કેટલીક ‘ભૂલો’ થઈ છે, પરંતુ મોટા રાજકીય નિર્ણયો હંમેશા સાચા લેવામાં આવ્યા છે. પદ છોડવું એ દેશને અરાજકતામાં ધકેલવા જેવું હશે.”


આ પણ વાંચો :શું પાકિસ્તાને નૂર ખાન એરબેઝ પર ઈરાની વાયુસેનાને છુપાવી? અમેરિકી સેનેટરે આપી ચેતવણી

આ પણ વાંચો :ઈરાને અમેરિકાના 228 સૈન્ય મથકો કર્યા તબાહ, સેટેલાઈટ તસવીરોથી ખુલાસો