Global Conflict 2026: ઈરાન અને અમેરિકા (America) વચ્ચે ભલે અત્યારે યુદ્ધવિરામ ચાલી રહ્યો હોય, પરંતુ તાજેતરમાં સામે આવેલા સેટેલાઈટ તસવીરોના વિશ્લેષણે સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, ઈરાને મધ્ય પૂર્વમાં સ્થિત અમેરિકન સૈન્ય મથકો પર અત્યાર સુધીના સૌથી વિનાશક હુમલા કર્યા છે, જેમાં અમેરિકાને થયેલું નુકસાન સત્તાવાર આંકડાઓ કરતા ઘણું વધારે છે.
નુકસાનનો આંકડો: સરકારી અહેવાલ વિરુદ્ધ વાસ્તવિકતા
સેટેલાઈટ ડેટાના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે:
યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકાના ઓછામાં ઓછા 228 સૈન્ય સંરચનાઓ અને મોંઘા ઉપકરણો સંપૂર્ણ નાશ પામ્યા છે અથવા ભારે ક્ષતિગ્રસ્ત થયા છે.
અહેવાલ મુજબ આ યુદ્ધમાં ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં 7 અમેરિકન સૈનિકોના મોત થયા છે અને 400 થી વધુ ઘાયલ થયા છે.
ઈરાની વ્યૂહરચના: ‘ડિજિટલ નર્વસ સિસ્ટમ’ પર પ્રહાર
ઈરાને માત્ર ઈમારતોને જ નહીં, પરંતુ અમેરિકાની સંચાર અને સુરક્ષા પ્રણાલીને નિશાન બનાવી છે:
કુવૈત અને બહેરીનમાં તૈનાત પેટ્રિયોટ સિસ્ટમ તેમજ જોર્ડન અને UAE માં ‘થાડ’ (THAAD) રડાર ઉપકરણોને તોડી પાડવામાં આવ્યા છે.
સાઉદી અરેબિયાના પ્રિન્સ સુલતાન એર બેઝ પર ઈંધણ ટેન્કરો અને E-3 સેન્ટ્રી એરક્રાફ્ટને નુકસાન થયું છે.
કતારના અલ-ઉદેદ એર બેઝ પર સેટેલાઈટ સંચાર કેન્દ્રોને ભારે ક્ષતિ પહોંચી છે.
રડારને ચલાવનારી વીજળી અને કૂલિંગ સિસ્ટમ તેમજ સૈનિકોના બેરેક અને જીમ જેવા ‘સોફ્ટ ટાર્ગેટ’ પર હુમલા કરીને સિસ્ટમને ઠપ કરી દેવામાં આવી છે.
America ને આર્થિક ફટકો: 4 લાખ કરોડનું નુકસાન?
પેન્ટાગોને સત્તાવાર રીતે 25 બિલિયન ડોલરના ખર્ચનો સ્વીકાર કર્યો છે, પરંતુ સંરક્ષણ નિષ્ણાતોના મતે વાસ્તવિક નુકસાન 40-50 બિલિયન ડોલર (આશરે 4 લાખ કરોડ રૂપિયા) ની આસપાસ હોઈ શકે છે. ભારે તબાહીને કારણે અમેરિકાએ (America) અનેક મથકો પર સ્ટાફમાં ઘટાડો કરવાની ફરજ પડી છે.
બહેરીનમાં સ્થિત અમેરિકન (America) નૌસેનાના 5માં કાફલાના મુખ્યાલય અને કુવૈતના ત્રણ મુખ્ય મથકો પર અડધાથી વધુ નુકસાન થયું હોવાનું અભ્યાસમાં બહાર આવ્યું છે. જોકે રાષ્ટ્રપતિ ટ્રમ્પ વાતચીત દ્વારા શાંતિ સ્થાપવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ જમીની હકીકત હજુ પણ તણાવપૂર્ણ છે.
આ પણ વાંચો :ઈરાન પાસે શાંતિ માટે 48 કલાક, 14 મુદ્દાની સમજૂતીનો ડ્રાફ્ટ તૈયાર; શું યુદ્ધનો અંત આવશે?
આ પણ વાંચો :ગેસના ભાવમાં 1300નો વધારો, ભારતનું નામ આગળ ધરી અમેરિકાએ ચીન અને ઈરાન પર દબાણ વધાર્યું
આ પણ વાંચો :તેલના ભંડારમાં ગાબડું, એશિયાના અર્થતંત્ર પર જોખમ; ભારત સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ

