બોલ ટેમ્પરિંગ કેસમાં મુખ્ય કાવતરાખોર ડેવિડ વોર્નરે એડિલેડમાં ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન શાનદાર ટ્રિપલ સદી ફટકારી હતી. વોર્નરે 335 રનની અણનમ ઇનિંગ્સમાં 39 ચોક્કા ફટકાર્યા હતા અને એક છક્કો પણ ફટકાર્યો હતો. બોલ ટેમ્પરિંગ પર પ્રતિબંધનો સામનો કર્યા બાદ ટેસ્ટ ક્રિકેટમાં આ તેની શ્રેષ્ઠ ઇનિંગ્સ હતી.

ડેવિડ વોર્નરની પત્ની કેન્ડિસે મહાત્મા ગાંધીનાં નિવેદનથી તેના પતિ (ડેવિડ) ની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, મહત્વપૂર્ણ નથી કે બીજા લોકો તમારા પર કેટલો વિશ્વાસ કરે છે. તમે તમારા પર કેટલો વિશ્વાસ કરો છો તે મહત્વનું છે.’ ડેવિડ વોર્નરની ટ્રિપલ સદીની ઉજવણીનાં ફોટો સાથે કેન્ડિસ વોર્નરે ટ્વીટ કર્યું – “શક્તિ શારીરિક ક્ષમતાથી આવતી નથી.” તે અદમ્ય ઇચ્છાશક્તિથી આવે છે. (મહાત્મા ગાંધી)’
કેન્ડિસે આગળ લખ્યું છે – અન્ય લોકો તમારા પર કેટલો વિશ્વાસ કરે છે તે મહત્વનું નથી. તમે તમારા પર કેટલો વિશ્વાસ કરો છો તે મહત્વનું છે.
પાકિસ્તાન સામે એડિલેડ ટેસ્ટનાં બીજા દિવસે 33 વર્ષીય વિસ્ફોટક ઓપનર વોર્નર 335 રન બનાવીને અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઇનિંગ્સ 589/3 રનમાં જાહેર કરી હતી. આ સાથે, વોર્નર ઓસ્ટ્રેલિયા તરફથી બીજો મોટો વ્યક્તિગત સ્કોર મેળવવામાં સફળ રહ્યો.
ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ ટેસ્ટ સ્કોર
380 રન – મેથ્યુ હેડન વિ. ઝિમ્બાબ્વે, પર્થ – 2003
335* રન – ડેવિડ વોર્નર વિ. પાકિસ્તાન, એડિલેડ – 2019
334 * રન – માર્ક ટેલર વિ. પાકિસ્તાન, પેશાવર – 1998
334 રન – ડોન બ્રેડમેન વિ. ઈંગ્લેન્ડ, લીડ્સ – 1930
329 * રન – માઇકલ ક્લાર્ક વિ. ભારત, સિડની – 2012
ડેવિડ વોર્નરની પત્નિ કેન્ડિસ રડતા જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ડેવિડ વોર્નર તે દિવસે પાકિસ્તાની બોલરોને બચાવવાના મૂડમાં ન હતો, જો કેપ્ટન ટિમ પેને ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સ જાહેર ન કરી હોત, તો શનિવારે એડિલેડમાં ઇતિહાસ રચાયો હોત. એક સમયે એવું લાગતું હતું કે જો તે આ રીતે રમવાનું ચાલુ રાખશે તો બ્રાયન લારાનો 400 * રનનો રેકોર્ડ તોડી દેશે. પરંતુ તેને અણનમ 335 રન પર પાછા ફરવું પડ્યું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
