મહીસાગર જિલ્લામાં ગર્ભપાતનું મોટું રેકેટ સસમે આવ્યું છે. જેને લઈ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. નહીં જન્મેલા બાળકની માતાના પેટમાં જ હત્યા કરાવતા આ વિડીયો એ સમગ્ર માનવજાત ને હચમચાવી ને મૂકી દીધી કહી. અજન્મ્યા બાળકની માતાના પેટં,આ જ હત્યાના આ કાળા કારોબારનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો છે. રાજ્યમાં અનેક જગ્યાએ મંજૂરી વિના ગર્ભપાત કરી આપવામાં આવતા હોવાના કિસ્સા તો સાથે અનેક વાર ભ્રૂણ મળી અવવાના કિસ્સા સામે વાત રહે છે. પરંતુ આ વિડીયો4 મહિલાઓ ગર્ભવતી મહિલાનો ગર્ભપાત કરી રહી છે. તે જોઈ ભલભલા ના કાળજા કંપી જાય છે. જો કે આ વીડિયો સંતરામપુરનો હોવાનું બહાર આવ્યું છે. જે સંતરામપુરમાં અનેક જગ્યાએ ગર્ભપાતની હાટડીઓ ચાલી રહી છે.
એક નાની ઉમર ની યુવતીને બેભાન કરી ને પેટમાંથી રહેલા બાળકની હત્યા કરતા અંદાજીત ત્રણથી ચાર મહિલાઓ વીડિયોમાં દ્રશ્યમાન થી રહી છે. ખાનગી હોસ્પિટલથી માત્ર 100 મીટર દૂર આવેલ એક મકાનમાં ખાનગી હોસ્પિટલના સ્ટાફ દ્વારા આ કૌભાંડ ચાલતું હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. મહિલાને હોસ્પિટલમાંથી ઇન્જેક્શન આપી અન્ય જગ્યાએ લઇ જવાય છે. અને રહેણાંક મકાનને ભાડે લઇને ગર્ભપાત કરવામાં આવે છે. લોકોની માગ છે કે આ રેકેટ પાછળ સંકળાયેલા લોકોની ધરપકડ કરવામાં આવે. મોટા ભાગે અવાવરુ જગ્યાએ લઈ જઈને તેમનો ગર્ભપાત કરવામાં આવતો હોય છે. ત્યારે કોણ ચલાવી રહ્યાં છે માતાના પેટમાં જ બાળકોની હત્યાનો આ કારોબાર, જેને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ફરિયાદ દાખલ કરવાની તજવીજ
સંતરામપુર ગર્ભપાત મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આરોગ્યની ટિમ સહિત પોલીસે તપાસ કરી ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિ માન કર્યા છે. આરોગ્ય અધિકારી સ્વપ્નિલ શાહ ફરિયાદ નોંધાવવા સંતરામપુર પોલીસ મથકે પહોંચ્યા છે.
ગૃહમંત્રી પ્રદિપસિંહનું નિવેદન
આ ઘટના અંગે રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા એ જણાવ્યું હતું કે મહીસાગરની ઘટના અંગે હું વાકેફ નથી. સમગ્ર ઘટના જાણીને પછી માહિતી આપી શકુ.
- મહિલા આયોગની પ્રતિક્રિયા
મહિલા આયોગના ચેર પરસન લીલાબેન અંકોલીયાએ આઆ કેસ અંગે જણાવ્યું હતું કે, આ વિડિઓ જોઈ sp સાથે ચર્ચા કરી છે. તાત્કાલિક તાપસ કરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે. જે દોષિત છે એના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ સંતરામપુર તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચી તો જાણવા મળ્યું હતું કે, મકાનમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરતી નર્સ રહેતી હોવાનું બહાર આવ્યું હતું. નર્સ મહિલા છેલ્લા 10 દિવસથી મકાન બંધ કરી ગાયબ છે. વીડિયોમાં દેખાતા તમામ પાસા તપાસી વધુ તપાસ હાથ ધરી છે.
