ચીનમાં કોરોના વાયરસથી હાહાકાર મચાવ્યો છે. આ વાયરસ સૌથી વધારે વુહાન શહેરમાં ફેલાયો છે. આ વાયરસના લીધે ચીનમાં અત્યાર સુધી 80 લોકોના મોત નીપજ્યા છે. આ વાયરસ ચીનથી દુનિયાના ખૂણે ખૂણે ફેલાઈ રહ્યો છે. એટલું જ નહીં કોરોના વાયરસ ચીન ઉપરાંત અનેક જગ્યા ફેલાઈ રહ્યો છે.
આવમાંમાં આ વાયરસે ભારતમાં પણ દસ્તક આપી દીધી છે. ભારતમાં પણ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે. આ સાથે કોરોના વાયરસ વધારે ફેલાય નહીં એ માટે કોરોના અસગ્રસ્ત મુખ્ય શહેર વુહાનને બંધ કરવામાં આવ્યું છે. બીજી તરફ આ વાયરસના કારણે ઘણા ગુજરાતીઓ પણ ત્યાં ફસાયા છે. જેમાં વડોદરાના બે વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
શ્રેયા જૈમન અને વૃંદ પટેલ, વુહાન શહેરમાં આવેલી હુબેઈ યુનિવર્સિટીમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હાલ બંને યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલી હોસ્ટેલના રૂમમાં ફસાયા છે. આ મામલે શ્રેયા જૈનના પિતાએ ટ્વીટર ઉપર આ અંગે જાણકારી આપતા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પાસે મદદની અપીલ પણ કરી છે
ભારતીય રેલવેમાં કામ કરતા શ્રેયાના પિતાએ અને વૃંદના માતા-પિતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહને દરમિયાનગીરી કરવા અને બંને બાળકો સુરક્ષિત રીતે ભારત પરત ફરે તે માટે માટેની અપીલ કરી છે. ‘વિદ્યાર્થીઓને વાયરસનો ચેપ લાગ્યો નથી. પરંતુ તેમની સ્થિતિ ખૂબ ખરાબ છે. તેમને હોસ્ટેલ રૂમમાં રાખવામાં આવ્યા છે અને તેમની પાસે ખાવા-પીવાની પૂરતી વસ્તુ પણ નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
