Election/ ગુજરાતમાં ત્રીજા વિકલ્પને જાકારો તો AAP ની શા માટે એન્ટ્રી?

એવુ નથી કે ગુજરાતના લોકો સામે ત્રીજો વિકલ્પ નથી આવ્યો. ત્રીજો આવ્યો હતો પણ ગુજરાતની જનતાએ તેને નકારી દીધો હતો. તેમાં જીપીપી હોય કે બીજો પક્ષ પણ ગુજરાતના રાજકારણમાં તેમને ઉભા રહેવાની જગ્યા મળી નથી. તેવા સંજોગોમાં આપની ધમાકેદાર એન્ટ્રીએ રાજકીય પંડિતોના ગણિત બદલ્યા છે.આ પરિણામોને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડીને જોવામાં આવી રહયા છે. સ્થાનિક સ્વરાજની […]

Gujarat
એવુ નથી કે ગુજરાતના લોકો સામે ત્રીજો વિકલ્પ નથી આવ્યો. ત્રીજો આવ્યો હતો પણ ગુજરાતની જનતાએ તેને નકારી દીધો હતો. તેમાં જીપીપી હોય કે બીજો પક્ષ પણ ગુજરાતના રાજકારણમાં તેમને ઉભા રહેવાની જગ્યા મળી નથી. તેવા સંજોગોમાં આપની ધમાકેદાર એન્ટ્રીએ રાજકીય પંડિતોના ગણિત બદલ્યા છે.આ પરિણામોને આગામી વિધાનસભાની ચૂંટણી સાથે પણ જોડીને જોવામાં આવી રહયા છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક વાત એ પણ છે કે ભાજપનો વિકલ્પ કોંગ્રેસ નહી પરંતુ આમ આદમી પાર્ટી છે. એટલે કે ત્રીજી શક્તિનો સુરજ ધીમે ધીમે ગુજરાતમાં વધી રહ્યો છે. ભાજપમાંથી ટિકીટમાંથી વંચિત ઉમેદવાર અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીને મહત્વ આપી રહ્યા છે ના કે કોંગ્રેસને એટલે કે લોકોની સાથે પ્રતિભાશાળી ઉમેદવારો પણ આપની પસંદગી કરી રહયા છે. જો આમ જ ચાલશે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારે રસાકરી હશે.
જો કે એક સમયે નરેન્દ્ર મોદીથી નારાજ ભાજપના નેતા અને રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલે.ઑગસ્ટ-2012માં ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. આ પાર્ટીમાં ગોરધનઝડફિયા નંબર-ટુ હતા.આ પાર્ટીમાં મુખ્યત્વે પાટીદારો જોડાયેલા હતા અને ભાજપને પાઠ ભણાવવાનો હેતુ હતો. પણ 2012ની વિધાનસભા ચૂંટણીમાં જી.પી.પી.ને માત્ર બે જ બેઠક મળી હતી. 2014માં લોકસભાની ચૂંટણી પૂર્વે જી.પી.પીનું ભાજપમાં વિલનીકરણ કરી દેવામાં આવ્યું. તે સમયે નરેન્દ્ર મોદી ભાજપના વડા પ્રધાનપદના ઉમેદવાર આજે પી.એમ. છે,
જ્યારે ઝડફિયા ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ છે.
જોકે ગુજરાતમાં મતદાતાઓએ ક્યારેય ભાજપ અને કોંગ્રેસ સિવાય કોઇ પણ રાજકીય પાર્ટીનું સમર્થન કર્યું નથી, પરંતુ હવે સમય આવી ગયો છે કે ભાજપ અને કોંગ્રેસ વિમુખ થયેલા મતદાતાઓનું આમ આદમી પાર્ટીને સમર્થન મળી રહ્યું છે.જ્યારે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતનો પ્રવાસ કર્યો, તો તેમને પણ અમદાવાદ જેવા શહેરમાં સારી પ્રતિક્રિયા મળી. તેને કારણે આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી. આ પાર્ટી દિલ્હી, હરિયાણા અને પંજાબ બાદ ગુજરાત તરફ આગળ વધી. અને તેને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું તેનું કારણ એ પણ રહયુ કે તેણે જાતિવાદને પ્રોત્સાહન આપ્યુ નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પહેલાં કયારેય ચૂંટણી લડી નથી, પણ તેમનામાં ચૂંટણી લડવાનું જુનૂન અતૂટ છે. ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત જો ગુજરાતમાં કોઇ પણ પાર્ટી હાવી છે, તો તે એનસીપી સંબંધિત છે. એનસીપીના ઉમેદવાર પણ વિધાનસભામાં ચૂંટાય છે, જોકે એનસીપી કોંગ્રેસનો એક ભાગ છે.પણ આમ આદમી પાર્ટી એકદમ નવી છે અને તેમાં આમ આદમી પણ સામેલ થઇ શકે છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પહેલીવાર દિલ્હીમાં ચૂંટણી લડી તો તે ભાજપ અને કોંગ્રેંસના અસંતુષ્ટ ન હતા પરંતુ નવા ચહેરા હતા જે આગળ આવ્યા. હવે આ જ સ્થિતિ ગુજરાતમાં થઇ રહી છે.
બીજુ કારણ એ પણ રહયુ કે જે ઉમેદવારોને છ મહા નગરપાલિકા  જિલ્લા-તાલુકા પંચાયતોમાં ભાજપ કુ કોંગ્રેસે ટિકીટ ન આપી. તેવા ટિકીટ વંચિત અને તેમના સમર્થક આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે. અથવા પાર્ટીના ઉમેદવારનું સમર્થન કરી રહ્યા છે. અમદાવાદ અને સુરતમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થવાની ગતિ વધી. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસને અસંતુષ્ટોને.આમ આદમી પાર્ટીના રૂપમાં એક નવો વિકલ્પ મળી ગયો છે.તે પછી ઉમેદવારો હોય કે મતદારો.