આખરે ઠાકોર સમાજે ભાજપમાં જોડાવાની મંજૂરી આપી દીધી છે. અમદાવાદમાં યોજાયેલી ઠાકોર સેનાની કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવાયો કે બંને નેતાને ભાજપમાં જોડાવા દેવાશે. કોર કમિટીના નિર્ણયને આવકારવામાં આવ્યો હતો અને જણાવવામા આવ્યું હતું કે સંગઠનનો નિર્ણય અમને માન્ય છે. અને અમારી કોર કમિટી જે નિર્ણય લેશે તે અમને શિરોમાન્ય રહેશે. બીજી તરફ ઠાકોર સમાજે કહ્યું કે બન્ને નેતાઓ ભાજપમાં જોડાઈને સમાજ માટે કામ કરે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

આપને જણાવી દઇએ કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને બળવાખોર નેતા અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવવાની અટકળો વચ્ચે આજે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી હતી. બેઠક અલ્પેશ ઠાકોરનાં નિવાસ સ્થાને જ યોજવામા આવી હતી. જ્યાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંને નેતાઓ હાજર રહ્યા હતા. ઠાકોર સમાજની કોર કમિટી દ્વારા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બનેંને ભાજપમાં જોડાવવા અંગે મહત્વનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે.

ઠાકોરસેના દ્વારા બને નેતાને ભાજપમાં જાડાવવાની મંજૂરી આપી દેવામાં આવતા હવે ફક્ત ક્યારે અને કેમ જોડાવવું તે જ બાકી રહ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા ઘણા સમયથી અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કેસરિયો ધારણ કરી શકે છે, તેવી અટકળો ચાલી રહી હતી. ત્યારે આજની બેઠકના નિર્ણયથી તમામ અટકળોનો અંત આવ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
