Entertainment News: બોલિવૂડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા લગ્ન બાદ વિદેશમાં રહેતી હોવા છતાં ભારતીય સંસ્કારો સાથે જોડાયેલી છે. તાજેતરમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેની 4 વર્ષની દીકરી માલતી મેરી ગાયત્રી મંત્ર બોલતી જોવા મળી રહી છે. (Priyanka Chopra Daughter) માલતી મેરીના મંત્રોચ્ચાર અને તેની ક્યુટ અદાઓએ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. આ વીડિયો ઉપરાંત પ્રિયંકાએ પોતાના બીચ વેકેશનની ઝલક, પરિવાર સાથેની ક્ષણો અને શૂટિંગના બિહાઇન્ડ ધ સીનની તસવીરો અને વીડિયો પણ શેર કર્યા છે.
મંત્ર પૂરો થતાં જ પ્રિયંકાએ દીકરીને ગળે લગાવી

પ્રિયંકા ચોપરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયોનું એક પોસ્ટ શેર કર્યું હતું. આ પોસ્ટમાં સૌથી વધુ ધ્યાન માલતી મેરીના વીડિયોએ ખેંચ્યું.
વીડિયોમાં માલતી મેરી સ્કાય બ્લૂ રંગના ડ્રેસમાં મમ્મી પ્રિયંકાના ખોળામાં બેસેલી જોવા મળે છે. મમ્મી-દીકરી મંદિર સામે બેઠાં છે અને માલતી સ્પષ્ટ ઉચ્ચાર સાથે ગાયત્રી મંત્ર બોલતી સંભળાય છે.
માલતીએ મંત્ર પૂર્ણ કર્યા બાદ પ્રિયંકાએ તેને પ્રેમથી ગળે લગાવી લીધી હતી. આ દરમિયાન પ્રિયંકાએ દીકરીની પ્રશંસા પણ કરી હતી. મમ્મી-દીકરીની આ સુંદર ક્ષણનો વીડિયો સોશિયલ મીડિયા પર ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
વિદેશમાં પણ ભારતીય સંસ્કારો સાથે જોડાયેલી છે માલતી
![]()
માલતી મેરીને મંત્રોચ્ચાર કરતા જોવાનો આ પહેલો પ્રસંગ નથી. અગાઉ પણ પ્રિયંકા ચોપરાએ દીકરીનો એક વીડિયો શેર કર્યો હતો, જેમાં માલતી દુર્ગા સપ્તશતીના મંત્રો બોલતી જોવા મળી હતી.
પ્રિયંકાએ અગાઉ દીકરીના જન્મ સાથે જોડાયેલી કેટલીક વાતો પણ શેર કરી હતી. માલતીનો જન્મ 27 અઠવાડિયાંમાં થયો હતો અને તેને લગભગ 100 દિવસ સુધી NICU માં રાખવામાં આવી હતી. તે સમય દરમિયાન પ્રિયંકા દીકરીના કાન પાસે ધીમા અવાજે મહામૃત્યુંજય મંત્ર જેવા મંત્રો વગાડતી હતી.
માલતી મેરીના ક્યુટ ફોટો પણ શેર કર્યા
પ્રિયંકાએ માલતી મેરીના કેટલાક સુંદર ફોટો પણ પોતાના ફોટો ડમ્પમાં શેર કર્યા છે. એક તસવીરમાં માલતી બીચ પર રેતી સાથે રમતી જોવા મળે છે. આ દરમિયાન તેણે પિંક સ્વિમસૂટ અને કેપ પહેરી હતી.
બીજી તસવીરમાં માલતી સેટ પર સ્ક્રિપ્ટ વાંચતી જોવા મળી રહી છે. તેણે પ્રોડ્યુસરના હેડફોન પણ પહેર્યા હતા. જ્યારે અન્ય એક તસવીરમાં તે યૉટ પર બેસીને ડ્રોઇંગ કરતી જોવા મળે છે.
Priyanka Chopra Daughter (પ્રિયંકા ચોપરા માલતી) મેરીની આ તસવીરોમાં તેની નિર્દોષતા અને ક્યુટનેસ જોવા મળી રહી છે, જેના કારણે ચાહકોનું પણ ધ્યાન તેના તરફ ખેંચાયું છે.
પ્રિયંકાએ બતાવી બીચ વેકેશનની ઝલક
પ્રિયંકાએ પોતાના ફોટો ડમ્પમાં બીચ વેકેશનની પણ અનેક ઝલક શેર કરી છે. તેણે આ જગ્યાને પોતાનું ડ્રીમ લોકેશન ગણાવ્યું હતું.
એક વીડિયોમાં પ્રિયંકા ઘૂઘવાતા સમુદ્રના કિનારે વાયર્ડ ઇયરફોન લગાવીને વૉક કરતી જોવા મળે છે. અન્ય એક તસવીરમાં તેની માતા પણ ઓશન વ્યૂનો આનંદ માણતી જોવા મળે છે.
એક ફોટોમાં પ્રિયંકા બીચ પર પિકનિક માટે સામાન લઈને જતી જોવા મળે છે. જ્યારે અન્ય એક તસવીરમાં તે બીચ પર આરામ કરતી જોવા મળે છે અને તેની દીકરી માલતી મેરી તેની નજીક રેતી સાથે રમતી જોવા મળે છે. Priyanka Chopra (પ્રિયંકા ચોપરા ) માલતી મેરી સાથેની આ સુંદર ક્ષણોએ પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.
નિક જોનાસ સાથે સર્ફિંગની પણ મજા માણી
બીચ વેકેશન દરમિયાન પ્રિયંકાએ પતિ નિક જોનાસ સાથે એડવેન્ચરસ સર્ફિંગની પણ મજા માણી હતી. તેણે બીચ પરથી પોતાના કેટલાક ફોટો પણ શેર કર્યા હતા.
પ્રિયંકાએ દરિયાકિનારે રેતી પર હાર્ટ બનાવીને તેમાં નિક, માલતી અને પોતાના નામના ઇનિશિયલ્સ પણ લખ્યા હતા. આ તસવીરથી પરિવાર સાથેની તેની ખાસ પળોની ઝલક જોવા મળી હતી.
શૂટિંગના બિહાઇન્ડ ધ સીન પણ શેર કર્યા
વેકેશનની મજા માણવાની સાથે પ્રિયંકા પોતાના કામ પર પણ ધ્યાન આપી રહી છે. તેણે શૂટિંગના કેટલાક બિહાઇન્ડ ધ સીન પણ ચાહકો સાથે શેર કર્યા હતા.
સેટ પર પ્રિયંકા દીકરી માલતી સાથે મસ્તી કરતી જોવા મળી હતી. આ તસવીરો અને વીડિયોમાં એક તરફ પ્રિયંકાનો વર્ક મોડ જોવા મળ્યો, તો બીજી તરફ તે દીકરી સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતી પણ જોવા મળી હતી.
માલતી મેરીના ગાયત્રી મંત્રના વીડિયોથી લઈને બીચ વેકેશન અને શૂટિંગની ઝલક સુધીની આ પોસ્ટમાં પ્રિયંકાના જીવનની અનેક સુંદર ક્ષણો જોવા મળી છે.
