Entertainment News/ રેડ કાર્પેટ પર પ્રિયંકાએ ઠીક કરી પતિની ટાઈ, તો નિકે સરખા કર્યા પત્નીના વાળ, જુઓ ક્યૂટ તસવીરો

83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં Priyanka Chopra અને નિક જોનાસની જોડી આકર્ષણનું કેન્દ્ર બની હતી. પ્રિયંકાએ આ ઈવેન્ટમાં પ્રેઝન્ટર તરીકે પણ હાજરી આપી હતી.

Trending Entertainment
Priyanka

Entertainment News : કેલિફોર્નિયામાં યોજાયેલા પ્રતિષ્ઠિત 83મા ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ (Golden Globe Awards 2026) માં ફરી એકવાર આપણી ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra )છવાઈ ગઈ છે. આ ઈવેન્ટમાં તે માત્ર મહેમાન બનીને નહોતી ગઈ, પરંતુ એક પ્રેઝન્ટર તરીકે સ્ટેજ ગજવ્યું હતું.

જોકે, સૌથી વધુ ચર્ચા તેના અને પતિ નિક જોનાસના ક્યૂટ વીડિયોની થઈ રહી છે. રેડ કાર્પેટ પર બંને એકબીજાની કેર કરતા જોવા મળ્યા હતા અને ઘરના એક ખાનગી રાઝ પર પણ તેમણે ખુલાસો કર્યો હતો.

Priyanka

રેડ કાર્પેટ પર પતિનો પ્રેમ (Couple Goals)

જ્યારે આ સ્ટાર કપલ રેડ કાર્પેટ પર પહોંચ્યું ત્યારે કેમેરામેન ફોટા પાડવા પડાપડી કરી રહ્યા હતા.

ક્યૂટ મોમેન્ટ: પોઝ આપતી વખતે નિક જોનાસ પ્રેમથી પ્રિયંકા (Priyanka) ના વિખરાયેલા વાળ સરખા કરતો જોવા મળ્યો હતો. તો બીજી તરફ, પ્રિયંકા (Priyanka) પણ પતિની ‘બો-ટાઈ’ (Bow Tie) ઠીક કરતી નજરે પડી હતી. બંને વચ્ચેની આ કેમેસ્ટ્રીએ ચાહકોનું દિલ જીતી લીધું છે.

લુક: પ્રિયંકાએ બ્લૂ કલરનું ઓફ-શોલ્ડર ગાઉન અને ડાયમંડ જ્વેલરી પહેરી હતી જેમાં તે ગોર્જિયસ લાગતી હતી. જ્યારે નિક વ્હાઈટ શર્ટ અને બ્લેક ટક્સીડોમાં હેન્ડસમ લાગતો હતો.

Priyanka

પ્રિયંકા (Priyanka) સ્ટેજ પર લીસા સાથે મચાવી ધૂમ

 પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ ફેમસ બ્લેકપિંક સ્ટાર લીસા (Lisa) સાથે મળીને સ્ટેજ પર ‘બેસ્ટ મેલ એક્ટર’ નો એવોર્ડ એનાઉન્સ કર્યો હતો. બોલિવૂડથી હોલીવુડ સુધીની તેની સફર જોઈને ભારતીય ચાહકો ગર્વ અનુભવી રહ્યા છે.

ઘરમાં ટીવીનું રિમોટ કોની પાસે હોય છે?

મીડિયા સાથેની વાતચીતમાં એક રમુજી કિસ્સો સામે આવ્યો. રિપોર્ટરે પૂછ્યું કે ઘરે ટીવી પર શું જોવું તે કોણ નક્કી કરે છે?

નિકનો જવાબ: નિકે કહ્યું, “અમારા ઘરમાં કોઈ ગિલ્ટી પ્લેઝર નથી. બધું ચાલે છે. જે જોવું હોય તે જોઈ શકાય છે.”

પ્રિયંકા (Priyanka) એ ખોલી પોલ: નિકની વાત સાંભળીને પ્રિયંકા (Priyanka) એ તરત તેને અટકાવતા મજાકમાં કહ્યું, “ના, એવું નથી. આપણે એ જ જોઈએ છીએ જે તને (પતિને) ગમતું હોય.” પ્રિયંકા (Priyanka) એ એમ પણ કહ્યું કે તે હાલમાં ‘લવ આઈલેન્ડ’ શો જોવાનો પ્રયાસ કરી રહી છે.

રેડ કાર્પેટ હોય કે ઘરનું સોફા, નિક અને પ્રિયંકા (Priyanka) હંમેશા એકબીજાને સપોર્ટ કરતા અને મસ્તી કરતા જોવા મળે છે. તેમના આ અંદાજને કારણે જ તેઓ ગ્લોબલ પાવર કપલ ગણાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: બોલિવૂડની ‘ગંગુબાઈ’ બની યામી ગૌતમની ફેન! આલિયા ભટ્ટે ફિલ્મ જોઈને કહ્યું- “તું ક્વીન છે”, વાંચો બંને વચ્ચે શું વાત થઈ?

આ પણ વાંચો:  પ્રભાસની ફિલ્મ ‘ધ રાજા સાબ’ની બમ્પર ઓપનિંગ, પહેલા જ દિવસે કરી કરોડોની કમાણી, રણવીર સિંહની ‘ધુરંધર’ને આપી પછાડ

આ પણ વાંચો: શું ‘તારક મહેતા…’ માં દયાબેન પાછા આવશે? 8 વર્ષના રાહ જોયા બાદ ‘અબ્દુલે’ કર્યો મોટો ખુલાસો, કહ્યું- “પ્રોડ્યુસર તો…”