Dharma & Bhakti/ સાંજના સમયે જે લોકો આ 5 ભૂલો કરે છે એમના ઘરમાં કદી લક્ષ્મીજી વાસ કરતા નથી!

સાંજના સમયે મુખ્ય દ્વાર બંધ રાખવો, વિવાદ કરવા સહિતના 5 કાર્યો કરવાથી લક્ષ્મી રુષ્ટ બને છે Astro Evening Tips અનુસાર આ 5 કાર્યો સંધ્યાકાળે કદીયે ન કરવા…

Trending Religious Rashifal Dharma & Bhakti
Astro Evening Tips...સંધ્યાકાળે ન કરવા આ 5 કામ..!

Dharm & Bhakti: પ્રદોષ કાળની અવધિને માતા લક્ષ્મીના આગમનનો સમય માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, સંધ્યાકાળે (Astro Evening Tips) કેટલાક કાર્યો ભૂલથીયે ન કરવા જોઇએ. સાંજ થતાં વિવાદ, શયન સહિત 5 કાર્યોને તિલાંજલિ આપવી જ હિતાવહ છે. જો આ કાર્યો કરવામાં આવે તે એ ઘરમાંથી દેવી લક્ષ્મી રિસાઇને ચાલી જાય છે. ઘરમાં દરિદ્રતા ટકોરા મારી શકે છે. તો ચાલો જોઇએ….સંધ્યાકાળે (At Sandhya Kal) કયા-કયા કાર્યો કરવાનું ટાળવું જોઇએ?

એવું કહે છે કે, જે કાર્યો આપણે દિવસભર કરીએ છીએ એનો સીધો જ પ્રભાવ આપણા જીવન પર પડે છે. એટલું જ નહિં પરંતુ, આસપાસના વાતાવરણ પર પણ એની અસરો થાય છે. શાસ્ત્રોમાં સંધ્યાકાળને માતા લક્ષ્મીના આગમનનો સમય ગણવામાં આવે છે. આ દરમિયાન ભૂલેચૂકેય ઘરમાં અમુક કાર્યો કરવા વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, સાંજના સમયે મુખ્ય દ્વાર બંધ રાખવો, વિવાદ કરવા સહિતના 5 કાર્યો કરવાથી લક્ષ્મી (Mata Lakshmi) રુષ્ટ બને છે અને ઘરમાંથી ચાલી જતાં દરિદ્રતાનો અને નકારાત્મકતાનો વાસ થાય છે. વિશેષ કરીને, સાંજે ઘરના મુખ્ય દ્વારને ખુલ્લો રાખવો જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા (Positivity) જળવાઇ રહે છે. તો ચાલો વિદ્વાન જ્યોતિષાચાર્યના મતાનુસાર જોઇએ….સંધ્યાકાળે કયા-કયા કાર્યો કરવાનું ટાળવું જોઇએ (Astro Evening Tips), એ અંગે વિસ્તૃતપણે…

સંધ્યાકાળે આ 5 કાર્યો ભૂલથીયે ન કરવા (Astro Evening Tips)

સંધ્યાકાળે પ્રદોષ કાળમાં આ 5  કાર્યો કરવાનું ટાળવું જોઇએ.

1. સંધ્યાકાળે શયન કરવું

શાસ્ત્રોક્ત રીતે, સંધ્યાકાળે મનુષ્યે શયન (To Sleep at Evening) અર્થાત્ સૂવું જોઇએ નહિં. આને અશુભ માનવામાં આવે છે કારણ કે, આ સમય ઘરમાં પૂજા-પાઠ અને માતા લક્ષ્મીના આગમનનો ગણાય છે. આ સંજોગોમાં સૂર્યાસ્ત સમયે ઊંઘી જવાથી ઘરમાં દરિદ્રતા ટકોરા મારી શકે છે. આ ઉપરાંત, આમ કરવાથી ઘરપરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ અસર થાય છે અને તણાવ વધી શકે છે. આથી સાંજના સમયે શયન કરવાના સ્થાને સ્વચ્છ થઇને વિધિ-વિધાનપૂર્વક દેવી-દેવતાઓની પૂજા અથવા આરતી કરવી એવું શાસ્ત્રોક્ત વિધાન છે.

સૂર્યાસ્ત પછી વાદ-વિવાદ કે રુદન કરવું 

2. સૂર્યાસ્ત પછી વાદ-વિવાદ કે રુદન કરવું 

એવું કહેવાય છે કે, રાત્રે સારી અને ગહન નિદ્રા માટે આસપાસનું વાતાવરણ શાંત તથા સકારાત્મક હોવું અત્યંત આવશ્યક છે. આ સંજોગોમાં જો ઘરમાં વિવાદ અથવા કલહ-કંકાસ (To Quarrel at Evening) થાય તો ઘરની સકારાત્મક ઊર્જા પ્રભાવિત થાય છે. એવી માન્યતા છે કે, જ્યાં પણ લડાઈ-ઝઘડા થાય છે એ ઘરમાંથી દેવી લક્ષ્મી રિસાઇને ચાલી જાય છે. આ સંજોગોમાં ખાસ કરીને, સાંજના સમયે વિવાદ કરવાથી બચવું જોઇએ. આ ઉપરાંત, શાસ્ત્રોમાં સૂર્યાસ્ત બાદ રુદન કરવું અથવા તો દુખી થવું પણ સારું મનાતું નથી. આમ કરવાથી આર્થિક સમસ્યાઓ વધી શકે છે એવી ધાર્મિક માન્યતા છે.

3. ઘરમંદિરનો દીવો બુઝાઈ જવો

ક્યારેય સાંજના સમયે પૂજાઘરનો દીવો બુઝાવવો ન જોઇએ. આ ઉપરાંત, મંદિર (Mandir Lamp)ની આસપાસની હવા તેજ હોય અથવા તો પંખો કરવો વગેરે કાર્યો ટાળવા જોઇએ જેથી મંદિરનો દીવડો પ્રજ્જવલિત રહે. જો એ બુઝાઇ જાય તો એને શુભ (Shubh) માનવામાં આવતુ નથી. આમ છતાંયે જો અજાણતા તમારાથી સાંજે દીવો બુઝાઈ જાય તો ભગવાનની ક્ષમાયાચના કરી દીવડાને ફરીથી પ્રગટાવી દેવો જોઇએ. આ ઉપરાંત, ઘરના મુખ્ય દ્વાર પર પણ એક દીવો અવશ્ય પ્રજ્જવલિત કરવો જોઇએ.

માતા લક્ષ્મી

4. પ્રદોષ કાળમાં પૈસા આપવા

જ્યોતિષજ્ઞોના મતે, પ્રદોષ કાળમાં ભૂલથીયે કોઇને પણ પૈસા ન આપવા જોઇએ. શાસ્ત્રોક્ત રીતે, આ સમય માતા લક્ષ્મીના આગમનનો સમય દર્શાવવામાં આવ્યો છે. આવા સમયે કોઈને ધન (Money) આપવું એ ઘરની ધનની દેવી લક્ષ્મી માતાને આપી દેવા સમાન ગણાય છે. આ જ કારણે પ્રદોષ કાળ (Pradosh Kal)માં નાણાકીય લેવડ-દેવડ કરવાનું શુભ માનવામાં આવતું નથી.

5. મુખ્ય દ્વાર પર અંધારું હોવું

સાંજના સમયે મુખ્ય દરવાજાના ઉંબરા (ડહેલી) પર ગંગાજળ અથવા શુદ્ધ પાણીનો છંટકાવ કરવો જોઈએ. આનાથી વાતાવરણ શુદ્ધ થાય છે અને ખરાબ નજર કે અશુભ શક્તિઓ ઘરમાં પ્રવેશતી નથી.વાસ્તુ અનુસાર મુખ્ય દરવાજા પાસે ક્યારેય જૂના બુટ-ચંપલ, ગંદકી કે અંધારું ન રાખવું જોઈએ. સાફ-સુથરો અને રોશનીથી ઝળહળતો દરવાજો જ ધન અને સમૃદ્ધિને આકર્ષિત કરે છે, જ્યારે ગંદકી આર્થિક સંકટ લાવે છે.

આ સાથે જ, સાંજના સમયે ક્યારેય મુખ્ય દ્વાર (Main Door) પર અંધારું હોવું જોઇએ નહિં. લાઈટ અથવા તો દીવો પ્રગટાવીને મુખ્ય દરવાજે અજવાળું રાખવું ઉચિત રહેશે. વિશેષ કરીને, સાંજે ઘરના મુખ્ય દ્વારને ખુલ્લો રાખવો જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી ઘરમાં સકારાત્મકતા (Positivity) જળવાઇ રહે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો : 

આ પણ વાંચો : સાંજે ઘરનો મુખ્ય દરવાજો બંધ રાખવાની ન કરો ભૂલ! માતા લક્ષ્મીના આગમનમાં આવી શકે છે રુકાવટ

આ પણ વાંચો : લાલ કિતાબમાં દર્શાવેલા ધનપ્રાપ્તિના 6 અચૂક ઉપાય, ચંચળ લક્ષ્મી માતા ક્યારેય નહિં ભૂલે તમારા ઘરનો મારગ!