Dharm & Bhakti: રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર (Festival) છે. આ વર્ષે આ પર્વ 28 ઑગષ્ટના રોજ મનાવવામાં આવશે. આ વખતે રક્ષાબંધન અને ચંદ્ર ગ્રહણ (Rakshabandhan 2026 and Chandra Grahan)નો દુર્લભ સંયોગ 3 રાશિઓ માટે સફળતા અને બમ્પર ધન લાભના નવીન દ્વાર ખોલશે! તો જાણીએ…કઇ રાશિના ફસાયેલા નાણા પરત મળશે અને કોને મનવાંચ્છિત જૉબની ઑફર મળશે…
પંચાગ અનુસાર, 28 ઑગષ્ટ 2026 (28 August 206)ના રોજ રક્ષાબંધનનું પાવન પર્વ મનાવવામાં આવશે. સંયોગવશ આ દિવસે આ વર્ષનું બીજું અને છેલ્લું ચંદ્રગ્રહણ પણ થશે જો કે એ ભારતમાં દેખાશે નહિં…. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષે રક્ષાબંધને ગ્રહોની અત્યંત શુભ સ્થિતિ બનવા જઈ રહી છે. ઑગષ્ટના અંતે, સૂર્ય અને દેવગુરુ બૃહસ્પતિ (Surya- Guru)ની મજબૂત સ્થિતિના કારણે કેટલાયે યોગ-સંયોગો બનવા જઇ રહ્યાં છે, જેનો વિશેષ લાભ કેટલીક રાશિઓને પ્રાપ્ત થશે. આ પાવન પર્વ ખાસ કરીને 3 રાશિઓ (Zodiac Signs) માટે ભાગ્યના નવા દરવાજા મોકળા કરશે. તો ચાલો જાણીએ….કઇ છે આ 3 ખુશનસીબ રાશિઓ?
રક્ષાબંધનના દિવસથી 3 રાશિઓનું નસીબ પલટાશે (Rakshabandhan 2026)

આ વખતે રક્ષાબંધન (Rakshabandhan 2026) અને ચંદ્ર ગ્રહણનો દુર્લભ સંયોગ 3 રાશિઓ માટે સફળતા અને બમ્પર ધન લાભના નવીન દ્વાર ખોલશે.
1. મેષ રાશિ (Mesh Rashi)
મેષ રાશિના જાતકો માટે આ પર્વ અઢળક ખુશીઓ અને સકારાત્મક પરિવર્તન લઇને આવશે.
આવકના નવીન સ્ત્રોતથી તમારી આવકમાં વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ અગાઉ કરતા ઘણી જ દ્રઢ બનશે.
કૌટુંબિક સુખ વધશે અને ઘરમાં શુભ તથા મંગળ કાર્યોનું આયોજન થઇ શકે છે અને લાંબા સમયથી ચાલી રહેલી માનસિક સમસ્યાઓ (Tentions) દૂર થશે.
2. સિંહ રાશિ (Sinh Rashi)
સિંહ રાશિના જાતકો માટે આ રક્ષાબંધનનો સમય અત્યંત ફળદાયી છે.
કારકિર્દીમાં સફળતા મળશે અને કાર્યક્ષેત્રે તમારી મહેનતના વખાણ થશે. તમને નવીન જવાબદારી મળવાના પણ પ્રબળ યોગ છે.
આર્થિક લાભ (Financial Benefit) થઇ શકે છે. ફસાયેલા નાણા પરત મળી શકે છે. વેપાર સાથે સંકળાયેલા લોકોને મોટો નફો થવાની સંભાવના છે.
3. ધનુ રાશિ (Dhanu Rashi)
ધનુ રાશિના સ્વામી સ્વયં દેવગુરુ બૃહસ્પતિ છે. રક્ષાબંધન બાદ તમારો ભાગ્યોદય થશે.
માન-સન્માનમાં વધારો થશે. સમાજ અને પરિવારમાં તમારી પ્રતિષ્ઠા વધશે. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધો વધુ મજબૂત થશે.
નોકરીના નવા અવસરો પ્રાપ્ત થશે અને જે લોકો નવી જૉબ (Job) શોધી રહ્યાં છે તેમને મનવાંચ્છિત જૉબની ઑફર મળશે.

શુભ ફળ પ્રાપ્તિ માટેના ઉપાયો (Upay for Shubhfal)
રક્ષાબંધન (Rakshabandhan 2026)ના દિવસે રાખડી (Rakhi) બાંધવી અને બાંધ્યા બાદ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મી (Shree Krishna & Mata Lakshmi)ની પૂજા કરવી.
જરુરિયાતમંદ લોકોને અથવા ગરીબોને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ભાઈને આ રક્ષાબંધને ખવડાવો ઘરે બનાવેલી ચૉકલેટ, ઝટપટ થઇ જશે તૈયાર!
આ પણ વાંચો: રક્ષાબંધન ક્યારે છે? જાણો શુભ મુહૂર્ત, તારીખ અને ભદ્રા કાળ વિશે વિસ્તૃતપણે…
