Not Set/ ટ્રેનમાંથી AK 47 રાયફલની થઈ ચોરી, પોલીસ તંત્રમાં દોડધામ

અમદાવાદ, અમદાવાદથી  ભૂજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી આર્મી જવાનની AK 47 રાઈફલ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે. આર્મીનો જવાન અમદાવાદથી ભૂજ જઈ રહ્યો ત્યારે રસ્તામાં ઝોકુ આવી જતા તે સમયનો લાભ લઈ ગઠિયો જવાનની રાઈફલ અને બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. […]

Top Stories Gujarat Trending

અમદાવાદ,

અમદાવાદથી  ભૂજ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાંથી આર્મી જવાનની AK 47 રાઈફલ ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે.

આર્મીનો જવાન અમદાવાદથી ભૂજ જઈ રહ્યો ત્યારે રસ્તામાં ઝોકુ આવી જતા તે સમયનો લાભ લઈ ગઠિયો જવાનની રાઈફલ અને બેગ લઈ ફરાર થઈ ગયો હતો.

ઘટનાની જાણ થતા ગાંધીધામ રેલવે સ્ટેશન પર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. ચાલતી ટ્રેન માંથી રાઈફલ ચોરાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.

તો પોલીસે ગાંધીધામ રેલવે સ્ટેશનના સીસીટીવી તપાસી આરોપીના શોધખોળ માટે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે સદભાગ્યે રાયફલમાં કોઈ કારતૂસ ન હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.