Not Set/ ‘રૂપિયા આપ નહીં તો ડેટા લીક થઇ જશે..’એક્ટ્રેસ દિપ્તી નવલને મળી ધમકી

મુંબઇ, “ચશ્મે બદૂર” અને “શ્રીમાન” અને “શ્રીમતી” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ પીઢ એક્ટ્રેસ દિપ્તી નવલને એક મેઇલ દ્રારા ધમકી આપીને  3.9 લાખ રૂપિયાની કિંમત ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.પોતાની પર આવેલી ધમકી અંગે દીપ્તી નવલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે. દિપ્તીને એક ધમકી ભરેલ ઈ-મેલ મળ્યો હતો જેમાં 24 કલાકની અંદર 3.9 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. […]

Trending Entertainment

મુંબઇ,

“ચશ્મે બદૂર” અને “શ્રીમાન” અને “શ્રીમતી” જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ પીઢ એક્ટ્રેસ દિપ્તી નવલને એક મેઇલ દ્રારા ધમકી આપીને  3.9 લાખ રૂપિયાની કિંમત ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે.પોતાની પર આવેલી ધમકી અંગે દીપ્તી નવલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી છે.

દિપ્તીને એક ધમકી ભરેલ ઈ-મેલ મળ્યો હતો જેમાં 24 કલાકની અંદર 3.9 લાખ રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જોવાની વાત એ હતી કે દીપ્તીને મેઇલ કરનારે 5600 બીટકોઇનના બદલામાં આ રૂપિયા માંગ્યા હતા.દિપ્તીએ આ મામલે મુંબઇના વર્સોવા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે.પોલિસ આ મામલે સાયબર સેલની મદદ લઇ રહી છે.

संबंधित इमेज

મેઇલ કરનારે એવી પણ ધમકી આપી છે કે જો તેને પૈસા ના મળ્યાં તો તે દિપ્તીના કમ્પ્યુટરની બ્રાઉસીંગ હીસ્ટ્રી લીક કરી દેશે.

એક અહેવાલ મુજબ પોલીસ સાયબર સેલની મદદથી એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ મેઇલ કોણે કર્યો છે.સાઇબર ક્રાઇમ એક્સપર્ટ રિતેશ ભાટિયાએ જણાવ્યું હતું કે દીપ્તી નવલનો મેઇલ જોઇને મેં પહેલા તેની અવગણના કરવા જણાવ્યું હતું.આવા અનેક બોગસ મેઇલ આવતા હોય છે જેની પર બહુ લક્ષ્ય સેવાય નહી.

રિતેશે કહ્યું કે છેલ્લાં બે અઠવાડિયામાં મને એવા 20 લોકોના ફોન કોલ મળ્યા જેમણે આ પ્રકારના કેસોની ફરિયાદ કરી હતી.