sports news/ હોકી વર્લ્ડ કપ 2026:  ભારતીય ટીમની જાહેરાત, હરમાનપ્રીત સિંહને કમાન; 4 અનુભવી ખેલાડીઓ ડ્રોપ

FIH હોકી (Hockey)વર્લ્ડ કપ 2026 માટે 20 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. હરમાનપ્રીત સિંહના નેતૃત્વમાં ટીમ રમશે જ્યારે 4 મોટા ખેલાડીઓને ડ્રોપ કરાયા છે. જાણો ભારતનું સંપૂર્ણ શિડ્યૂલ અને ખેલાડીઓની યાદી.

Trending Sports
Hockey World Cup 2026, Team India Squad, Harmanpreet Singh, FIH Hockey, India vs Pakistan Hockey, Sports News Gujarati, Amstelveen, Indian Hockey Team, Hockey Updates.

આગામી 15 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા FIH હોકી (Hockey)વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમ (TeamIndia )ની અધિકૃત ઘોષણા કરી દેવામાં આવી છે. કેપ્ટન હરમાનપ્રીત સિંહના નેતૃત્વમાં 20 સભ્યોની મજબૂત ટીમ મેદાનમાં ઉતરશે. તાજેતરમાં યુરોપમાં યોજાયેલી પ્રો લીગમાં અપેક્ષા મુજબનું પ્રદર્શન ન કરી શકવાને કારણે ટીમ મેનેજમેન્ટે મોટો નિર્ણય લેતા 4 જાણીતા ચહેરાઓને ટીમમાંથી બાકાત રાખ્યા છે.

પ્રો લીગના ખરાબ પ્રદર્શન બાદ 4 સ્ટાર ખેલાડીઓ બહાર

FIH પ્રો લીગમાં ભારતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું, જ્યાં ટીમ 16 માંથી માત્ર 4 મેચ જીતી શકી હતી અને પોઈન્ટ ટેબલમાં 8મા સ્થાને ફેંકાઈ ગઈ હતી. આ નિરાશાજનક રમતને ધ્યાનમાં રાખીને સિલેક્ટર્સે કડક વલણ અપનાવ્યું છે. ડિફેન્ડર અમનદીપ લકરા, મિડફીલ્ડર રાજ કુમાર પાલ, રબીચંદ્ર સિંહ અને ફોરવર્ડ સેલ્વમ કાર્થીને વર્લ્ડ કપની ટીમમાંથી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

1975 પછી સુવર્ણ ઇતિહાસ દોહરાવવાનો પડકાર

ભારતે છેલ્લે 1975માં હોકી વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચ્યો હતો. તે પછીથી ભારતીય ટીમ એકપણ મેડલ મેળવવામાં નિષ્ફળ રહી છે. વર્ષ 2023ના વર્લ્ડ કપમાં પણ ભારત 9મા સ્થાને રહ્યું હતું. જોકે, પેરિસ ઓલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી આ નવી ભારતીય ટીમ પાસે ફેન્સને ફરી એકવાર ગોલ્ડન યાદો તાજી કરવાની મોટી આશા છે.

અનુભવ અને યુવા જોશનો શ્રેષ્ઠ સમન્વય

ટીમની કમાન અનુભવી ડ્રેગ-ફ્લિકર હરમાનપ્રીત સિંહ સંભાળશે, જ્યારે મિડફીલ્ડમાં પૂર્વ કેપ્ટન મનપ્રીત સિંહ અને હાર્દિક સિંહ જેવા અનુભવી ખેલાડીઓ હાજર રહેશે.

ગોલકીપર્સ: મોહિત એચ.એસ. અને સૂરજ કરકેરા.

ડિફેન્ડર્સ: હરમાનપ્રીત સિંહ (કેપ્ટન), જર્મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, સંજય, સુમિત, યશદીપ સિવાચ.

મિડફીલ્ડર્સ: મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, વિવેક સાગર પ્રસાદ, રાજિન્દર સિંહ, આદિત્ય અર્જુન લાલગે, નીલકંઠ શર્મા.

ફોરવર્ડ્સ: મનદીપ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, દિલપ્રીત સિંહ, શિલાનંદ લકરા.

ભારતને ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને વેલ્સ સાથે પૂલ D માં રાખવામાં આવ્યું છે. ભારતની તમામ ગ્રુપ સ્ટેજ મેચો નેધરલેન્ડ્સના એમસ્ટેલવીન (Amstelveen) સ્ટેડિયમમાં રમાશે.


આ પણ વાંચો :IPL: દિલ્હી કેપિટલ્સના ક્રિકેટર અભિષેક પોરેલ સામે રેપનો આરોપ, કોર્ટે આપ્યો મોટો આદેશ

આ પણ વાંચો :‘વિરાટ અને રોહિતને કોઈ હાથ પણ ન લગાવી શકે’: અશ્વિને દિગ્ગજોના બહાને વ્યક્ત કર્યું બોલરોનું દર્દ

આ પણ વાંચો :વાઈડ, ડેડ બોલ અને કોચની એન્ટ્રી; ભારતીય ક્રિકેટ મેચોમાંના નિયમોમાં ધરખમ ફેરફાર