ભારતીય ક્રિકેટ (Cricket)ટીમના પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને (Ravichandran Ashwin)ફરી એકવાર પોતાના નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર્સ વિરાટ કોહલી (Virat Kohli) અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ના ભવિષ્ય અંગે વધી રહેલી અટકળો વચ્ચે અશ્વિને બંને બેટ્સમેનોનો મજબૂત બચાવ કર્યો છે અને તેમની ટીકા કરનારાઓ તથા ટીમ મેનેજમેન્ટને આડે હાથ લીધા છે.
રોહિત અને વિરાટનું કદ અકબંધ: નિવૃત્તિની અફવાઓ પર વિરામ
ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન એક સમયે રોહિત શર્માના વનડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાના અહેવાલો વહેતા થયા હતા. એવી પણ ચર્ચાઓ હતી કે મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકર ભવિષ્યની વનડે વર્લ્ડ કપ ટીમ માટે યુવા ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માગે છે. જોકે, રોહિતે લોર્ડ્સ વનડેમાં શાનદાર સદી ફટકારીને તમામ અટકળો પર વિરામ મૂકી દીધો હતો.
આ મુદ્દે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા અશ્વિને સ્પષ્ટ કહ્યું કે, “ટીમ મેનેજમેન્ટ કે સિલેક્ટર્સ વિરાટ અને રોહિતને અડી પણ શકે તેમ નથી. તેનું સૌથી મોટું કારણ તેમની વર્ષોની મહાન સિદ્ધિઓ છે. રોહિત શર્માએ વનડેમાં 12,000 થી વધુ રન બનાવ્યા છે. તેમનું કદ એટલું મોટું છે કે કોઈ તેમના સ્થાન પર સવાલ ઉઠાવી શકે નહીં.”
બેટ્સમેનો પાસે ‘આર્મી’ છે, પરંતુ બોલરોનું શું?
અશ્વિને આ તકે ભારતીય ક્રિકેટમાં બોલરો સાથે થતા અસમાન વ્યવહાર પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે ઉમેર્યું કે, “વિરાટ અને રોહિત જેવા બેટ્સમેનો પાસે ફેન્સની વિશાળ ‘આર્મી’ અને બટા લિયન છે. સ્ટેડિયમમાં લોકો ખાસ તેમને જોવા આવે છે. જો તેમને ટીમમાંથી બહાર કરવામાં આવે તો મોટો વિરોધ થઈ શકે છે. પરંતુ આ જ પરિસ્થિતિ બોલરો માટે નથી હોતી.”
અશ્વિને મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ભુવનેશ્વર કુમારનું ઉદાહરણ આપતા કહ્યું:
“જો શમી, સિરાજ કે ભુવનેશ્વર જેવા શ્રેષ્ઠ બોલરોની પસંદગી ન થાય, તો કદાચ થોડા સો કે હજાર લોકો જ સવાલો પૂછશે, પણ તે અવાજ એટલો મોટો નથી હોતો. જે દિવસે ચાહકો બોલરો માટે પણ આટલો જ મોટો અવાજ ઉઠાવવાનું શરૂ કરશે, તે દિવસે બોલરોને પણ કારણ વગર ટીમમાંથી બહાર કરવા અશક્ય બની જશે.”
આ પણ વાંચો: વાઈડ, ડેડ બોલ અને કોચની એન્ટ્રી; ભારતીય ક્રિકેટ મેચોમાંના નિયમોમાં ધરખમ ફેરફાર
આ પણ વાંચો: રોહિત શર્માનો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડમાં 8મી ODI સદી સાથે રચ્યો વિશ્વ રેકોર્ડ
આ પણ વાંચો: રોહિત શર્માની નિવૃત્તિની અટકળો વચ્ચે 891 રનનો મોટો સવાલ, BCCI શું નિર્ણય લેશે?
