Breaking News/ અમદાવાદમાં ફરી દીપડાની દહેશત: ઘુમા બાદ ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં દેખાયો હોવાનો દાવો, ફોરેસ્ટ વિભાગને જાણ

અમદાવાદના ઘુમા બાદ હવે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો (Leopard in Ahmedabad) જોવા મળ્યો હોવાનો દાવો થયો છે. કેફે માલિકે ફોટા સાથે વન વિભાગને જાણ કરી, તપાસ શરૂ.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Leopard in Ahmedabad: ઘુમા પછી હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડાની ચર્ચા, સ્થાનિકોમાં ફફડાટ

Breaking News: શહેરમાં દીપડાના દેખાવાની ઘટનાઓને લઈને લોકોમાં ચિંતા વધી રહી છે. ઘુમા વિસ્તારમાં દીપડો (Leopard in Ahmedabad) જોવા મળ્યાની ઘટના બાદ હવે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાં પણ દીપડો જોવા મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્થાનિક રહેવાસીઓમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

Leopard in Ahmedabad: રાત્રે 2 વાગ્યે ઝુંડાલ પાસે દીપડો જોવા મળ્યાનો દાવો

મળતી માહિતી મુજબ, ઝુંડાલથી વૈષ્ણોદેવી બ્રિજ ઉતરીને એસપી રિંગ રોડના ગરનાળા નજીક, ચાંદખેડાના માધવ હોમ્સ સામે ગઈકાલે મોડી રાત્રે અંદાજે 2 વાગ્યાના સમયે કેટલાક યુવકોએ દીપડો (Leopard in Ahmedabad) જોયો હોવાનો દાવો કર્યો છે.

સ્થાનિક કેફે સંચાલક નિશાંત પટેલના જણાવ્યા અનુસાર તેમનું કેફે મોડી રાત્રિ સુધી ખુલ્લું રહે છે. રાત્રે લગભગ 2 વાગ્યે તેઓ અને આસપાસ હાજર અન્ય લોકોએ દીપડાને જોયો હતો. તેમણે દીપડાનો ફોટો પણ લીધો હોવાનું જણાવ્યું છે.

નિશાંત પટેલે વધુમાં જણાવ્યું કે ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી છે અને દીપડાનો હોવાનો દાવો કરાતો ફોટો પણ અધિકારીઓને મોકલી આપવામાં આવ્યો છે, જેથી તેની સત્યતા અંગે તપાસ થઈ શકે.

ઘુમા બાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ દીપડો (Leopard in Ahmedabad) જોવા મળ્યાના દાવાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. લોકો ખાસ કરીને મોડી રાત્રે બહાર નીકળતી વખતે વધુ સાવચેતી રાખી રહ્યા છે. જોકે, વન વિભાગ તરફથી હજુ સુધી દીપડાની હાજરી અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અધિકારીઓ ફોટા અને મળેલી માહિતીના આધારે તપાસ કરી રહ્યા છે.

વન વિભાગ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત સ્પષ્ટ થશે. ત્યાં સુધી સ્થાનિકોને અફવાઓથી દૂર રહેવા અને કોઈ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વન વિભાગને જાણ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડાની એન્ટ્રી, શરણદીપ સોસાયટીમાં ઘૂસતા લોકોમાં ભય

આ પણ વાંચો:ખેડાના વણાકબોરી પાવર સ્ટેશન નજીક દીપડાની દહેશત યથાવત

આ પણ વાંચો:જૂનાગઢમાં ફરી એકવાર દીપડાની લટાર,લોકોમાં ભારે ફફડાટ,વન વિભાગ ટીમ એકશનમાં