New Delhi News: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા (Dharmendra Pradhan Resignation) બાદ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે (Sonam Wangchuk) સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાને લોકશાહી અને શાંતિપૂર્ણ જનઆંદોલનની જીત ગણાવી છે.
Sonam Wangchuk: “આ લોકશાહી અને શાંતિપૂર્ણ સંઘર્ષનો વિજય”
IT’S A VICTORY OF DEMOCRACY
direct democracy… straight from the streets.
It’s a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
વાંગચુકે પોતાના સંદેશમાં લખ્યું કે, “આ લોકશાહીનો વિજય છે. આ શેરીઓમાંથી જન્મેલી સીધી લોકશાહીનો વિજય છે. આ શાંતિ, ધીરજ અને સતત સંઘર્ષની જીત છે.” તેમણે કહ્યું કે લોકશાહીમાં લોકોનો અવાજ સૌથી મહત્વપૂર્ણ છે અને શાંતિપૂર્ણ રીતે ઉઠાવવામાં આવેલી માંગણીઓ અંતે અસરકારક સાબિત થાય છે.
CJP, વિદ્યાર્થીઓ અને સમર્થકોને અભિનંદન’

સોનમ વાંગચુકે CJP, દેશભરના Gen Z વિદ્યાર્થીઓ અને આંદોલનને સમર્થન આપનારા નાગરિકોને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની માંગ સાથે વિદ્યાર્થીઓએ સતત (Education Reform India) અવાજ ઉઠાવ્યો હતો અને અનેક લોકોએ આ અભિયાનને સમર્થન આપ્યું હતું.
હવે શિક્ષણ વ્યવસ્થામાં સુધારાનો સમય: વાંગચુક
તેમણે જણાવ્યું કે જવાબદારી નક્કી થયા બાદ હવે શિક્ષણ પ્રણાલીમાં વ્યાપક સુધારા લાવવાનો સમય આવી ગયો છે. પરીક્ષા પ્રક્રિયામાં પારદર્શિતા વધારવી, પેપર લીક જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવું અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો જરૂરી હોવાનું તેમણે કહ્યું.
દેશને સરમુખત્યારશાહી દ્વારા ચલાવી શકાય નહીં: પ્રિયંકા ગાંધી
The youth of India have started to take our country back from those who tried to suppress their voice… today is the day an undemocratic and oppressive government was forced to bend to the will of the people of India.
To all you boys and girls who stand unflinchingly for what… pic.twitter.com/74uki59zYC
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 25, 2026
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ વિવિધ રાજકીય અને સામાજિક નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે દેશ લોકશાહીના સિદ્ધાંતો પર ચાલે છે.
આ પણ વાંચો: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ અભિજીત દીપકની પ્રથમ પ્રતિક્રિયા: “સરકારે આખરે હાર માની”
આ પણ વાંચો: જંતર-મંતર વિરોધ વચ્ચે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
