બિહાર હાલ શેલ્ટર હોમની ઘટનાઓને લઈને સતત ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે એક એવી ઘટના બની, જેણે કાનૂન વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. મંગળવારે પટનાના સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજના વિભાગના અંડર સેક્રેટરી રાજીવ કુમારની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
ગોળી વાગ્યા બાદ એમને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં ઈલાજ દરમિયાન એમનું મૃત્યુ થયું હતું. હુમલાખોરોએ અંડર સેક્રેટરીના ઘરમાં ઘૂસીને આ ઘટનાને અંજામ આપ્યો હતો.

અપરાધીઓએ લૂંટના ઇરાદે સચિવાલય પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી ક્વાર્ટરમાં ઘૂસીને યોજના વિભાગના અંડર સેક્રેટરીને ગોળી મારી હતી. ઘાયલ રાજીવને ઈલાજ માટે ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં ઈલાજ દરમિયાન રાજીવનું મૃત્યુ થયું હતું.
આ ઘટના મંગળવાર સવારની છે. રાજીવ કુમારની પત્નીએ જણાવ્યું કે એમના ઘરમાં 3 લોકો આવ્યા હતા. જેમણે પુરા પરિવારને એક રૂમમાં બંધ કરી દીધા હતા. ઘરમાં ઘુસેલા બદમાશોએ એમના ઘરેણાં અને પૈસા પણ લૂંટી લીધા હતા. રાજીવની પત્નીનું કહેવાનું છે કે લૂંટારૃઓએ ભાગવા સમયે રાજીવને ગોળી મારી દીધી હતી.
