Botad News: રાજ્યમાં ભારે વરસાદને કારણે નદીઓ અને કોઝવે પર પાણી ફરી વળતાં વધુ એક દુર્ઘટના સામે આવી છે. બોટાદ જિલ્લાના બરવાળા ખાતે ઉતાવળી નદીમાં કોઝવે પરથી પસાર થઈ રહેલી એક રિક્ષા પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ઘટનામાં રિક્ષા (Rickshaw) સાથે ચાલક પણ તણાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદથી પોલીસ, ફાયર વિભાગ અને બચાવ ટીમો સતત શોધખોળમાં લાગી છે, પરંતુ હજુ સુધી રિક્ષા કે ચાલકનો કોઈ પત્તો લાગ્યો નથી.
નદીના પ્રવાહમાં Rickshaw તણાઈ
આ ઘટના બરવાળાના કુંડળ દરવાજા નજીક આવેલા કોઝવે પર બની હતી. ભારે વરસાદ બાદ કોઝવે પરથી પાણીનો જોરદાર પ્રવાહ વહેતો હતો. તે દરમિયાન રિક્ષા પાણીના પ્રવાહમાં સપડાઈ જતાં ક્ષણોમાં જ તણાઈ ગઈ.ઘટના (Accident)ને ઘણા કલાકો વીતી ગયા હોવા છતાં રિક્ષા કે ચાલકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બચાવ ટીમો સતત નદીના વિવિધ વિસ્તારોમાં શોધખોળ કરી રહી છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા અને શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
તંત્ર દ્વારા રિક્ષા ચાલકની શોધખોળ શરૂ
ઘટના ગતરાત્રે અંદાજે 9 વાગ્યે બની હતી. અંધારું અને પાણીનો તીવ્ર પ્રવાહ હોવાને કારણે રાત્રે અસરકારક શોધખોળ કરવામાં મુશ્કેલી પડી હતી. જોકે પોલીસ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. સવારે બચાવ કામગીરી વધુ તેજ બનાવવામાં આવી હતી. બોટાદથી વિશેષ રેસ્ક્યુ ટીમને બોટ સાથે બોલાવવામાં આવી છે. બોટની મદદથી ઉતાવળી નદીમાં રિક્ષા અને ચાલકની શોધખોળ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: નવસારીમાં પૂર બાદ કરુણ સ્થિતિ: મૃત્યુઆંક 17 પર પહોંચ્યો, કરંટ અને સાપ કરડવાથી પણ મોત નોંધાયા
આ પણ વાંચો: અમદાવાદના ગુરુકુળમાં વરસાદ બાદ પણ જળસંકટ યથાવત્, સુભાષચોકની દુકાનોમાં ભરાયું પાણી
