ayodhya ram mandir/ ‘છોટી કાશી’ હાલારનું હીર અયોધ્યામાં પાથરશે પોતાની કલાના ઓજશ

જામનગરના હાલના કેન્દ્રના ૧૬ સભ્યોની ટીમને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ સુપ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર થી પ્રસ્થાન કરાવ્યું

Gujarat Top Stories Others
હાલાર

છોટી કાશિ હાલાર નું હીર આખરે અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન પોતાની કલાનું ઓજસ પાથરશે. જામનગર નું આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલું હાલાર લોક કલાકેન્દ્ર ની ટીમને અયોધ્યા નું નિમંત્રણ મળ્યું છે, અને ૧૬ સભ્યોની ટુકડી આજે અયોધ્યા જવા માટે રવાના થઈ છે, અને આગામી તારીખ ૧૮.૧.૨૦૨૪ થી ૨૨.૧.૨૦૨૪ સુધી ચાર દિવસ માટે દાંડિયા રાસની રમઝટ બોલાવી પોતાની કલાના ઓજસ પાથરશે.

જામનગરના હાલાર લોકકલા કેન્દ્ર કે જેના કોરીયોગ્રાફર તરીકે નિવૃત પોલીસ અધિકારી જે.સી. જાડેજા છે, ઉપરાંત ભૂતપૂર્વ પોલીસ કન્ટ્રોલ ઇન્ચાર્જ અજીતસિંહ કે. ચૌહાણ કે જેઓની રાહબરી હેઠળ ચાર બહેનો સાથેની ૧૬ કલાકારોની એક ટુકડીને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા પોતાની કલાકૃતિ અયોધ્યામાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રજૂ કરવા માટેનું નિમંત્રણ મળ્યું હતું.

જેના અનુસંધાને આજે ૧૬ સભ્યોની એક ટુકડી સુપ્રસિદ્ધ બાલા હનુમાનના મંદિરેથી પ્રસ્થાન થઈ હતી, અને જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા અન્ય આગેવાનો દ્વારા તમામનો અભિવાદન કરીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

ઉપરોક્ત હાલાર લોકકલા કેન્દ્રની ટીમ જામનગર થી આજે ટ્રેન મારફતે અયોધ્યા રવાના થઈ છે, અને ૧૮ તારીખથી ૨૨ તારીખ સુધી એમ ચાર દિવસ માટે અયોધ્યામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો છે, જેમાં પોતાની જુદા જુદા રાસની કલાકૃતિ રજૂ કરી છોટીકાશી નું નામ રોશન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:stray cattle/ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક યથાવત્, ઘટના સ્થળે યુવકનું મોત

આ પણ વાંચો:Cataract Operation/વિરમગામની હોસ્પિટલમાં મોતીયાના ઓપરેશનમાં બેદરકારીથી 17 દર્દીને આંખે દેખાતું બંધ

આ પણ વાંચો:અમદાવાદ/પક્ષીને બચાવવા જતા ફાયરમેનનું કરુણ મોત