Not Set/ વડોદરા/ કોરોના મુક્ત મહિલાનું 23માં દિવસે થયું મોત

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસ બેકાબુ બની ગયો છે અને આ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ દરમ્યાન વડોદરામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં શુક્રવારે નાગરવાડા વિસ્તારની 45 વર્ષની મહિલાનું મોત થયુ હતુ. મહિલાને અગાઉ કોરોના પોઝિટિવનું નિદાન થયુ હતુ અને સારવાર બાદ તે કોરોના મુકત થતા […]

Gujarat Vadodara

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં કોરોના વાયરસ બેકાબુ બની ગયો છે અને આ વાયરસના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. આ દરમ્યાન વડોદરામાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં શુક્રવારે નાગરવાડા વિસ્તારની 45 વર્ષની મહિલાનું મોત થયુ હતુ. મહિલાને અગાઉ કોરોના પોઝિટિવનું નિદાન થયુ હતુ અને સારવાર બાદ તે કોરોના મુકત થતા રજા પણ અપાઇ હતી જો કે તેની ફરીથી તબિયત બગડતા આજે બપોરે ગોત્રી હોસ્પિટલ લઇ જવાઇ હતી જ્યાં તેનું મોત થયુ હતું. 

આપને જણાવી દઈએ કે, મૃતક મહિલાને ડાયાબિટિસ હતુ અને કિડનીની બીમારી પણ હોવાથી ડાયાલિસિસ ઉપર હતી, શુક્રવારે ગોત્રી હોસ્પિટલમાં ડાયાલિસિસ માટે પહોંચી અને મોત થયું હતું. આ મહિલા વડોદરામાં નાગરવાડામાં રહેતા હતા અને હોસ્પિટલમાંથી રજા અપાયા બાદ 14  દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ પણ પુરો થઇ ગયો હતો. આ દરમિયાન આજે તેને ડાયાલિસિસ માટે ગોત્રી હોસ્પિટલમાં લઇ જવામા આવી હતી પરંતુ તેનું ડાયાબિટિસ લેવલ હાઇ થઇ જતા અને રિકવરી નહી આવતા તેમનું મોત થયુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.