Gandhinagar News : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના કાયદા વિભાગ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.કોર્ટ અને ન્યાય વ્યવસ્થાના ડીજીટલાઈઝેશન , માળખાકીય સુવિધાઓમાં વધારા બાદ હવે માનવબળમાં વધારો કરતી એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. જેનાથી લોકોને ઘર આંગણે ન્યાય મેળવવા વધું સરળતા રહેશે.
અગાઉ 1660 નોટરી માટે આપેલી જાહેરાતની સમગ્ર પસંદગી પ્રક્રિયાના અંતે રાજ્ય સરકારને 1518 જેટલા નોટરીને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. જેનું પ્રોવિઝનલ લિસ્ટ આજે વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું હતું.
આ તમામ નોટરી રાજ્યમાં જોડાતા રાજ્યમાં કાયદાકીય ન્યાય પ્રક્રિયા પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બનશે અને ન્યાયિક વ્યવસ્થાને વેગ મળશે.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગુડાના સુપરવાઈઝર અને ક્લાર્ક 70 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા
