Gujarat News: હોળી-ધુળેટીના તહેવારો પર ગુજરાતમાં હીટ એન્ડ રન (Hit and Run)ની ઘટનાઓ, આગ (Fire broke)ના બનાવો, મારામારી (Attack) સહિતની ઘટનાઓ નોંધાઈ રહી છે. તહેવારો દરમિયાન અકસ્માતો (Accidents) સહિતની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, રાજ્યમાં 108 ઇમરજન્સી સર્વિસે ધુળેટી (Dhuleti) પર સાંજે 6 વાગ્યા સુધી મળેલા કોલની આંકડાકીય માહિતી જાહેર કરી છે. 3,485 ફોન કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માતના કોલ આવ્યા હતા.

તહેવારોમાં ઉજવણી દરમિયાન અનિચ્છનીય ઘટનાઓ ઘટતી હોય છે, ત્યારે 108 ઈમરજન્સી સેવા ખડેપગે કામ કરતી જોવા મળી હતી. સરકાર દ્વારા 108 ઇમરજન્સી સર્વિસનાં જાહેર કરાયેલા આંકડા અનુસાર, ગુજરાતમાં 3485 મેડિકલ ઇમરજન્સી કોલ આવ્યા હતા. જેમાંથી, માર્ગ અકસ્માતો (Road Accident)ના સૌથી વધુ 715 કોલ નોંધાયા હતા. જ્યારે 360 મારામારી, હુમલાના કેસો નોંધાયા હતા.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતમાં ઇમરજન્સી કેસ નોંધાયા હતા. બીજી બાજુ સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ-ભરૂચમાં 23-23 અને વલસાડ, નવસારી અને આણંદમાં 20-20 રોડ અકસ્માતના કેસ નોંધાયા છે. સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ 3735 ઇમરજન્સી કોલ્સ નોંધાયા હતા.
આ પણ વાંચો:અમદાવાદમાં અનેક જગ્યાએ લગાવાયા ઇમરજન્સી કોલબોક્સ
આ પણ વાંચો:નવરાત્રીમાં કુલ આટલા હાર્ટ એટેકના ઇમરજન્સી કોલ મળ્યા
આ પણ વાંચો:સુરતથી કોલકાતા જતા પેસેન્જર વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ….

