Kutch News : કચ્છમાં લાઈટના મીટર મામલે રૂ.13,000 ની લાંચ લેતા કચ્છ PGVCL ના જુનિયર એન્જિનિયર હરેશ બોખાણીની ACBએ ધરપકડ કરી છે. આ કેસની વિગત મુજબ ફરીયાદીના મકાનનું મિટર ચેક કરી લોડ વધારાનું મોટો દંડ નહી કરવાની અવેજ પેટે કચ્છ PGVCL ના જુનિયર એન્જિનિયર હરેશ બોખાણીએ ફરીયાદી પાસે રૂ.13,000 ની લાંચ માંગી હતી.
જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય તેઓએ ભુજ ACBનો સંપર્ક કર્યો હતો. જેને આધારે કચ્છ નખત્રાતાલુકાના ફરીયાદીના ઘર વિગોડી ગામમાં જોળ બિછાવી હતી. જેમાં લાંચના છટકા દરમ્યાન આરોપી હરેશ બોખાણીએ ફરિયાદીના ઘરે આવીને રૂ.13,000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.
આ પણ વાંચો:અમદાવાદમાં સગીરા સાથે ગેંગરેપ : પડોશી યુવકે ઘરે બોલાવી મિત્રો સાથે મળી આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ અચાનક ગરબા વિઝીટ સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન
