Ahmedabad News/ અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટ અચાનક ગરબા વિઝીટ સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન

આ વિઝીટ દરમિયાન SP ઓમ પ્રકાશ જાટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ગરબા આયોજકો સાથે ચર્ચા કરી, જેમાં પાર્કિંગ, લાઇટિંગ અને મેડિકલ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદ ગ્રામ્યના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) ઓમ પ્રકાશ જાટે ગરબા ચાલતા હોય ત્યારે બોપલ ગરબા સ્થળ પર અચાનક મુલાકાત લઈને સ્થાનિક ગરબા આયોજનોની વિઝીટ કરી, જેમાં સુરક્ષા વ્યવસ્થા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કર્યું. આ મુલાકાતથી ખેલૈયાઓમાં ખુશીનો વાતાવરણ ફર્યો અને પોલીસ વિભાગની સંવેદનશીલતા પ્રશંસાસ્પદ રહી.

આ વર્ષે નવરાત્રિના પર્વમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબાના આયોજનો નવા નવા સ્થળોએ વધુ વિસ્તરી રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં મોટા-મોટા ગરબા રમાઈ રહ્યા છે, જ્યાં હજારો ખેલૈયાઓ ભાવપૂર્ણ ગરબા રમીને માતાજીની આરાધના કરી રહ્યા છે. આવા વિશાળ આયોજનોમાં સુરક્ષાને લઈને પોલીસ વિભાગ સતર્ક છે. SP જાટે આજે બોપલ માં નવરાત્રી ગરબા સ્થળ પર પહોંચીને અચાનક તપાસ કરી, જ્યાં તેઓ પોતાના કાર્યક્ષેત્રમાં ફરતા હતા. “ગરબા રમતા ખેલૈયાઓની સુરક્ષા અમારી સૌથી મોટી પ્રાથમિકતા છે. CCTV કેમેરા, પેટ્રોલિંગ અને ટ્રાફિક વ્યવસ્થા પર નજર રાખીને આપણે કોઈ અવ્યવસ્થા નહીં થવા દઈએ,” તેમ SP ઓમ પ્રકાશજાટે કહ્યું.

આ વિઝીટ દરમિયાન SP ઓમ પ્રકાશ જાટે સ્થાનિક પોલીસ અધિકારીઓ અને ગરબા આયોજકો સાથે ચર્ચા કરી, જેમાં પાર્કિંગ, લાઇટિંગ અને મેડિકલ વ્યવસ્થા જેવા મુદ્દાઓ પર માર્ગદર્શન આપ્યું. ખેલૈયાઓએ આ મુલાકાતને સ્વાગત આપ્યું અને કહ્યું કે, “SP સાહેબની આ પહેલથી અમને વધુ આત્મવિશ્વાસ મળ્યો છે. ગરબાનો આનંદ મળી રહ્યો છે અને સુરક્ષાની ચિંતા નથી.” આ વર્ષે અમદાવાદ ગ્રામ્યમાં ગરબાના આયોજનોમાં નવા વિસ્તારોમાં વધારો થયો છે,

નવરાત્રિના આ તહેવારમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઇવ, અવૈધ પાર્કિંગ અને અન્ય અપરાધો પર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. SP જાટની આ પહેલથી અમદાવાદ ગ્રામ્યમાં ગરબાનું વાતાવરણ વધુ સુરક્ષિત અને ઉત્સાહી બન્યું છે. ખેલૈયાઓ માતાજીના આશીર્વાદ સાથે ગરબાનો આનંદ માણી રહ્યા છે, અને પોલીસ વિભાગની સાથેની સહયોગથી આ તહેવાર વધુ યાદગાર બનશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સલામત નવરાત્રિ માટે SP ઓમ પ્રકાશ જાટનો ચુસ્ત બંદોબસ્ત

આ પણ વાંચો:અમદાવાદ ગ્રામ્ય પોલીસે ઓમ પ્રકાશ જાટની આગેવાની હેઠળ બાળ તસ્કરીના આંતરરાજ્ય રેકેટનો કર્યો પર્દાફાશ

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવ 2025નો શુભારંભ કરાવ્યો