Vadodara news : વડોદરાના વાઘોડિયા રોડ વિસ્તારમાં કેટલાક શખ્સો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ના અધિકારીઓને મળી હતી. આ માહિતીને આધારે પોલીસે તપાસ હાથ ધરીને વડોદરા ગ્રામ્યના ન્યુ વાઘોડિયા રોડ પરના અક્ષર આશ્રય ખાતે આવેલા ખંભાતા વિલેજના એક મકાન પર દોરોડો પાડ્યો હતો.
જેમાં પોલીસે ક્રિકેટ પર સટ્ટો ચલાવતા મુખ્ય આરોપી પિયુષ અંબાલાલ ચાવડાની ધરપકડ કરી હતી. તેની પાસેતી પોલીસે રૂ.8140 રોકડા અને મોબાઈલ મળીને કુલ રૂ. 13,140 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યાં પોલીસે દરોડો પાડ્યો ત્યાં જ આરોપી રહેતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
તે સિવાય પોલીસે અન્ય 9 ફરાર આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. આ ગુનાની વધુ તપાસ વાઘોડિયા પોલીસ ચલાવી રહી છે.
આ પણ વાંચો:સગીર પીડિતાના બાહ્ય ગુપ્તાંગ સાથે સહેજ શારીરિક સંપર્ક પણ લૈંગિક હુમલો ગણાશે: કેરળ હાઈકોર્ટ
આ પણ વાંચો:કેદીએ તેના પરિવાર સાથે કોર્ટમાં પોલીસ પર કર્યો હુમલો, કેસ નોંધાયો
