National News/ અયોધ્યા રામ મંદિર ચોરી કેસ: VHP એ પોતાને મંદિરના વહીવટથી દૂર કર્યા, જાણો શું કહ્યું?

અયોધ્યા રામ મંદિર(Ayodhya Ram Mandir) ચઢાવા ચોરી મામલે VHP અધ્યક્ષ આલોક કુમારે(Alok Kumar) કહ્યું કે મંદિરના નિર્માણ કે સંચાલનમાં VHPની કોઈ ભૂમિકા નથી. તેમણે આ ઘટનાને શરમજનક ગણાવીને દોષિતોને સજા મળે તેવી માંગ કરી છે.

NATIONAL Ayodhya News Top Stories India
Alok Kumar

VHP Stand on Ram Mandir Theft Case: અયોધ્યા રામ મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં થયેલી ચોરીના કેસે રાજકીય અને ધાર્મિક વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, રામ મંદિર સાથે જોડાયેલી કોઈ પણ વહીવટી કે સંચાલન પ્રક્રિયામાં VHPની કોઈ ભૂમિકા નથી.

VHP ની ભૂમિકા ક્યારની પૂરી થઈ ગઈ છે: Alok Kumar

આલોક કુમારે(Alok Kumar) એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, જ્યારે સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના પક્ષમાં ચુકાદો આપ્યો, ત્યારે જ VHPનું કાર્ય પૂર્ણ થઈ ગયું હતું. તેમણે કહ્યું, “સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અમે જાહેરાત કરી હતી કે અમે મંદિરના નિર્માણ કે તેના સંચાલનમાં સામેલ થઈશું નહીં. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે પણ VHPના કોઈ પદાધિકારી મંચ પર નહોતા. જ્યારે સંઘર્ષનો સમય હતો ત્યારે અમે નેતૃત્વ કર્યું હતું, પરંતુ મંદિર બન્યા પછીની જવાબદારી અમારી નથી.”

Alok Kumar

65 કરોડ લોકોની ભાવનાઓ સાથે છેડા

ચોરીની ઘટનાને ‘શરમજનક’ ગણાવતા આલોક કુમારે(Alok Kumar) કહ્યું કે, જે 65 કરોડ લોકોએ રામ મંદિર માટે પોતાની શ્રદ્ધાથી દાન આપ્યું છે, તે તમામને આ ઘટનાથી ખૂબ દુઃખ થયું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, કોઈ એક વ્યક્તિ (જેમ કે ચંપત રાય) ના કારણે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદને જવાબદાર ઠેરવી શકાય નહીં.

પોલીસ તપાસ અને દોષિતો સામે કાર્યવાહી

પોલીસની તપાસ અંગે વિશ્વાસ વ્યક્ત કરતા આલોક કુમારે(Alok Kumar) જણાવ્યું હતું કે:

સરકારી તંત્ર અને સંઘ પરિવાર આ મામલે સત્ય બહાર લાવવા માટે ગંભીર છે.

VHP કે ટ્રસ્ટના કોઈ પણ વ્યક્તિ જો આ ચોરીમાં દોષિત સાબિત થાય, તો તેમને બચાવવાની કોઈ પણ કોશિશ કરવામાં આવશે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે જે પણ દોષિત હોય, તેને કાયદાકીય સજા મળવી જ જોઈએ.

આ નિવેદન દ્વારા VHP એ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આ કેસની તપાસમાં સરકારને સંપૂર્ણ સહયોગ આપવા અને જવાબદારોને સજા અપાવવાની તરફેણમાં છે.


આ પણ વાંચો : રામ મંદિર દાન ચોરી કેસમાં મોટું એક્શન; આરોપીઓના ઘરે પોલીસની રેડ, 80 લાખ રિકવર

આ પણ વાંચો : રામ મંદિર ચઢાવા વિવાદ વચ્ચે ચંપત રાયના રાજીનામાની ચર્ચા, ટ્રસ્ટના નિવેદનથી વધ્યો સસ્પેન્સ

આ પણ વાંચો : રામ મંદિર ટ્રસ્ટમાં મોટો ફેરફાર; ચંદા ચોરી વિવાદ વચ્ચે ચંપત રાય અને અનિલ મિશ્રાનું રાજીનામું